નવી દિલ્લીઃ સોશિયલ મીડિયા પર ભારે વિવાદ બાદ પાકિસ્તાનના કરાંચીની ગુજરાતી શાળાને તેનું ઓરિજીનલ નામ ફરીથી મળશે. સિંધ સરકારે શહેરની ઐતિહાસિક ધરોહરને સાચવવામાં માટે આ પગલું ભર્યું છે. કરાંચીમાં સમાજ સેવક શેઠ કુંવરજી ખીમજી લોહાણાના નામની એક સ્કૂલનું નામ હતું. જેનું નામ બદલીને મલાલા યુસુફઝઈ ગર્વમેન્ટ સેકેન્ડરી હાઈ સ્કૂલ કરવામાં આવ્યું હતું. વર્ષ 2012માં આ સ્કૂલનું નામ બદલવામાં આવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્યારે, થોડાં સમય પહેલાં કપિલ દેવ નામના હ્યુમન રાઈટ એક્ટિવિસ્ટે ટ્વિટર પર આ શાળા અંગે ટ્વિટ કર્યું હતું. કપિલ દેવે સિંધના શિક્ષણ મંત્રીને ટ્વિટમાં ટેગ કરીને લખ્યું હતું કે, 'Let's Not Change the History' એટલે કે આપણે ઈતિહાસ બદલવું ન જોઈએ. તેમણે સિંધ સરકારને પોતાના નિર્ણય પર ફરીવાર વિચારવા માટે જણાવ્યું હતું. ત્યારે, મલાલાના પિતાએ આ ટ્વિટના જવાબમાં ટ્વિટ કરતાં કહ્યું હતું કે, 'We are bound to respect our history' એટલે આપણે આપણા ઈતિહાસને માન આપવા માટે બંધાયેલા છે. 


આ મામલે સિંધના શિક્ષણ મંત્રીએ સઈદ ઘનીએ જણાવ્યું હતું કે, તેમણે પોતાની મિનીસ્ટ્રીને આ મામલે તપાસ કરીને રિપોર્ટ કરવાનો આદેશ આપ્યો છે. તેમણે ટ્વિટ કરતાં જણાવ્યું હતું કે, તમામ કાયકાકીય કામો બાદ નામ ફરીથી બદલી જે હતું તે રાખવામાં આવશે. મલાલાનું નામ અન્ય સ્કૂલને આપવામાં આવશે. 


83 વર્ષના વિ. એમ. ગણાતરા જણાવે છે કે, તેઓ ચોથી સુધી શેઠ કુંવરજી ખીમજી લોહાણા ગુજરાતી શાળામાં ભણ્યા હતા. જોકે, આઝાદી પહેલાં તેમનો પરિવારમાં ભુજમાં આવીને સ્થાયી થયો હતો. કુંવરજી ખીમજી ખૂબ જાણીત સમાજ સેવક હતા. જેમણે શિક્ષણ ક્ષેત્રે બહુ બધા કામ કર્યા છે. કરાંચીમાં ગુજરાતી સિંધીઓનું પ્રભુત્વ વધારવા માટે તેમનો સિંહફાળો હતો.


કરાંચીમાં એક સમયે મોટી સંખ્યામાં ગુજરાતી શાળાઓ હતી. પણ ઓછી ભરતીના કારણે શાળાઓ બંધ કરવાનો વારો આવ્યો. 1982માં તારાવંતી બાઈની ગુજરાતી શિક્ષક તરીકે 1982માં સિંધ સરકારે નિમણૂંક કરી હતી. તેઓ કુંવરજી ખીમજી શાળામાં શિક્ષણ આપતા હતા. જે ગત વર્ષે 18 એપ્રિલે રિટાયર્ થયા હતા.


Naseeruddin Shah ના બે લગ્નોનું રહસ્યઃ પહેલાં પોતાનાથી 15 વર્ષ મોટી, પછી 13 વર્ષ નાની સ્ત્રી સાથે કેમ કર્યા લગ્ન!

TV ની સંસ્કારી વહુ કેમેરા સામે થઈ ગઈ સાવ ઉઘાડી! ટોપલેસ ફોટોશૂટ, ન્યૂડ આઈસ બાથ..અરેરે...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube