• હીટ સ્ટ્રોકના કારણે 267 લોકો હોસ્પિટલમાં

  • COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    કરાચીમાં રોજના 30-35 લોકોનાં મોત

  • અસહ્ય ગરમી, લોકો ત્રાહિમામ

  • પૂર, વરસાદ અને ગરમીએ લોકોને રડાવ્યા


નવી દિલ્લીઃ આતંકવાદીઓને પાળી પોષીને મોટા કરતાં દેશ પાકિસ્તાનમાં ભીષણ ગરમીનો કહેર જોવા મળ્યો... આકાશમાંથી અગનગોળાનો વરસાદ વરસ્યો કે 6 દિવસમાં 568 લોકો ભસ્મીભૂત થઈ ગયા...અને અનેક લોકો ડિહાઈડ્રેશનનો શિકાર બન્યા.... ત્યારે પાકિસ્તાનમાં ગરમીનું ટોર્ચર ક્યાં પહોંચ્યું?.... છેલ્લાં 5 દિવસમાં ગરમીનો પારો ક્યાં પહોંચ્યો? વિગતવાર જાણો આ રિપોર્ટમાં...


6 દિવસમાં 568 લોકો ગરમીનો બન્યા શિકાર
હીટ સ્ટ્રોકના કારણે 267 લોકો પહોચ્યા હોસ્પિટલ
રસ્તા પરથી મળી રહ્યા છે લોકોના મૃતદેહ


વાત ભારતના પાડોશી દેશ અને આતંકવાદીઓને પાળી પોષીને મોટા કરતાં પાકિસ્તાનની છે... અહીંયા ભીષણ ગરમીએ હાહાકાર મચાવી દીધો છે. દુનિયાના અનેક દેશોમાં વરસાદ વરસવાનું શરૂ થઈ ગયું છે. પરંતુ પાકિસ્તાનમાં કાળઝાળ ગરમીનાકારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગરમીનો પારો એટલો હાઈ પહોંચી ગયો છે કે લોકોનું જીવવું મુશ્કેલ બની ગયું છે.


પાકિસ્તાનમાં કેવી સ્થિતિનું નિર્માણ થયું છે તેનો ખુલાસો પાકિસ્તાનની એનજીઓ એધી ફાઉન્ડેશનના વડા ફૈઝલે કર્યો છે. તેમણે જણાવ્યું કે, કરાચીમાં 4 શબધર આવેલા છે. પરંતુ મૃતદેહો રાખવા માટે જગ્યા નથી. અહીંયા દરરોજ 30થી 35 મૃતદેહો  આવી રહ્યા છે.


આકાશમાંથી સતત આગ વરસી રહી છે. તો બીજીબાજુ લોકોના ઘરમાં વીજળી પણ નથી. જેના કારણે લોકોને કઈ રીતે જીવવું તે સૌથી મોટો સવાલ ઉભો થયો છે. તાપમાનનો પારો 40થી 52 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. જેના કારણે રસ્તાઓ પણ સૂમસામ બની ગયા છે. લોકોની ચહલપહલ પણ ઓછી થઈ ગઈ છે.


કરાચીમાં છેલ્લાં 5 દિવસમાં ગરમીનો પારો 36થી 40 ડિગ્રી સુધી પહોંચી ગચો છે. સાથે હવામાં વધુ ભેજ હોવાના કારણે 49 ડિગ્રી તાપમાન હોય તેવો અહેસાસ થાય છે. માત્ર પાકિસ્તાન જ નહીં પરંતુ સમગ્ર એશિયામાં આ વર્ષે ગરમીનો પારો હાઈ થયો છે. તેનું કારણ છે જળવાયુ પરિવર્તન. ભારતમાં પણ ગરમીના કારણ અનેક લોકો મોતને ભેટ્યા છે. ત્યારે જો સરકાર જળવાયુ પરિવર્તન અંગે કંઈ નહીં વિચારે તો આગામી સમયમાં તાપમાનનો પારો ક્યાં જઈને અટકશે તે વિચાર જ ડરાવનારો છે.