Gulnara: આ દેશની સુંદર `રાજકુમારી` ફરી ચર્ચામાં, આ વખતે લાગ્યા ગંભીર આરોપ
Ujbekistan: ગુલનારાએ લંડનથી લઈને હોંગકોંગ સુધી આશરે 2000 કરોડ રૂપિયાની સંપત્તિ ભેગી કરી છે. તેની ઉપર બ્રિટિશ કંપનીઓ પર પણ ભ્રષ્ટાચારમાં સામેલ થવાનો આરોપ છે.
Gulnara Karimova: હંમેશા ચર્ચામાં રહેલી ઉઝ્બેકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ ઇસ્લામ કરીમોવની પુત્રી ગુલનારા કરીમોવ ફરી ચર્ચામાં છે. આ વખતે તેના પર ગંભીર આરોપ લાગ્યા છે. ઉઝ્બેકિસ્તાનમાં પ્રિન્સેઝ એટલે કે રાજકુમારીના નામથી જાણીતી અને પોપ સ્ટાર ગુલનારાનો એક નવો ગોરખધંધો સામે આવ્યો છે. આરોપ છે કે ગુલનારાએ બિલિયન ડોલરની રકમ લાંચ તરીકે લીધી છે. તે પણ આરોપ છે કે તે ક્રાઇમ ગેંગ ચલાવે છે. આ આરોપ ત્યારે લાગ્યા છે, જ્યારે તે અન્ય કેસોમાં દોષી છે અને પહેલાથી જેલમાં છે.
હકીકતમાં આંતરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ગુલનારા લાંબા સમય સુધી ઉઝ્બેકિસ્તાનના રાષ્ટ્રપતિ રહેલા ઇસ્લામ કરીમોવની પુત્રી છે. તે પોપ સ્ટાર પણ છે, તેને ઉઝ્બેકિસ્તાનની પેરિસ હિલ્ટનના રૂપમાં ઓળખવામાં આવે છે. જ્યાં સુધી પિતા શાસનમાં હતા ત્યાં સુધી ગુલનારા રાજકુમારીની જેમ જીવન પસાર કરતી હતી. મોડલિંગથી લઈને પોપની દુનિયામાં તે એક મોટુ નામ હતી. પરંતુ એક બાદ એક આરોપોમાં તે ઘેરાઈ છે. ગુલનારાએ લાંચ અને ભ્રષ્ટાચાર દ્વારા હાસિલ કરવામાં આવેલા ફંડથી ઘણા ઘર અને એક ઝેટ વિમાન ખરીદવા માટે બ્રિટિશ કંપનીઓનો ઉપયોગ કર્યો છે.
આ પણ વાંચોઃ પાકિસ્તાનમાં મસ્જિદ પાસે આત્મઘાતી હુમલામાં 34 લોકોના મોત, 130 લોકો ઘાયલ
રિપોર્ટ પ્રમાણે ગુલનારા કરીમોવે કઈ રીતે લંડનથી લઈને હોંગકોક સુધી આશરે 2000 કરોડ રૂપિયા (24 કરોડ અમેરિકી ડોલર) ની સંપત્તિ ભેગી કરી છે. તેની ઉપર બ્રિટિશ કંપનીઓ પર પણ ભ્રષ્ટાચારમાં સામેલ થવાનો આરોપ છે. 2017માં 41 વર્ષની ગુલનારે પબ્લિક ફંડના ખોટા ઉપયોગને લઈને 14 વર્ષની સજા ફટકારવામાં આવી અને તેને ઘર પર નજરબંધ કરવામાં આવી. પરંતુ માર્ચ 2019માં તેણે નિયમોનો ભંગ કર્યો જેના કારણે તે જેલમાં સજા કાપી રહી છે.
આ સમયે તેના પર ફરી આરોપ લાગ્યા છે. ગુલનારા પર સેંકડો મિલિયન ડોલરની રકમ લાંચ તરીકે લેવાનો આરોપ લાગ્યો છે. તેણે આ રકમ ઉઝ્બેકિસ્તાનના ટેલીકોમ સેક્ટરમાં કારોબારી ફાયદો પહોંચાડવાના બદલામાં લીધી છે. સ્વિત્ઝર્લેન્ડના એટોર્ની જનરલે કહ્યું કે આ રકમની સ્વિસ બેંક ખાતા દ્વારા હેરાફેરી કરવામાં આવી છે. હવે આ મામલાની તપાસ શરૂ થશે. જો તપાસમાં દોષી સાબિત થાય તો તેની સજા વધી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે