ચેઝ રિપબ્લિકની હોસ્પિટલના વેઈટિંગ રૂમમાં બંદૂકધારીએ 6ને ગોળી માર્યા પછી કરી આત્મહત્યા
ઓસ્ટ્રાવાઃ ચેઝ રિપબ્લિકના(Czech Republic) પૂર્વમાં આવેલા ઓસ્ટ્રાવા(Ostrava) શહેરમાં મંગળવારે(Tuesday) એક 42 વર્ષના બંદૂકધારીએ(Gunman) 6 લોકોને ગોળી મારીને પછી પોતે આત્મહત્યા કરી લીધી. ચેઝ રિપબ્લિકમાં ગોળીબારની લાંબા સમય પછી બનેલી આ ઘટના છે. આ અગાઉ વર્ષ 2015માં એક વ્યક્તિએ એક રેસ્ટોરન્ટમાં 8 લોકોને ગોળી માર્યા પછી પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. આજની ઘટનામાં 4 પુરુષ અને 2 મહિલાનાં ગોળીબારમાં મોત થયા છે.
હોસ્પિટલમાં(Hospital Shooting) હત્યાકાંડ સર્જનારા વ્યક્તિનો હેતુ(Motive) હજુ સુધી જાણવા મળ્યો નથી. ઓસ્ટ્રેવાની (Ostrava) યુનિવર્સિટી હોસ્પિટલમાં(University Hospital) સવારે જ્યારે ઓપીડી ચાલી રહી હતી ત્યારે આ ઘટના બની હતી. 2,90,000 જેટલી વસતી ધરાવતું ઓસ્ટ્રાવા પોલેન્ડની (Poland) બોર્ડર પર આવેલું છે અને ચેઝ રિપબ્લિકની રાજધાની પેરાગ્વેથી(Parague) 350 કિમી દૂર છે.
Climate Change: વાર્ષિક પરફોર્મન્સ સૂચકાંકમાં ભારતનો મોટો કૂદકો, ટોપ-10માં સામેલ
વડાપ્રધાન આન્દ્રેજ બેબિસે પત્રકારોને જણાવ્યું કે, આ એક વ્યક્તિગત કૃત્ય હતું. હત્યારો હોસ્પિટલમાં હત્યાકાંડ કર્યા પછી ઘરે પહોંચ્યો હતો અને ઘરે જઈને તેની માતાને કહ્યું કે, તેણે ગોળીબાર કરીને લોકોને મારી નાખ્યા છે અને હવે ખુદને પણ મારવા જઈ રહ્યો છે. આમ કહીને તેણે ખુદને માથામાં ગોળી મારી દીધી હતી.
આંતરિક બાબતોના મંત્રી જેન હેમસેકે જણાવ્યું કે, બંદૂકધારી હત્યારો હોસ્પિટલમાં હુમલો કર્યા પછી ફરાર થઈ ગયો હતો. જેના કારણે 100થી વધુ પોલીસ અધિકારીઓએ તેનો પીછો કરવાનું શરૂ કર્યું હતું. લગભગ અડધો કલાક પછી જ્યારે તેની કાર પર પોલીસનું હેલિકોપ્ટર ઉડી રહ્યું હતું ત્યારે તેણે ખુદને ગોળી મારી દીધી હતી. હત્યારાની ઓળખ સિટ્રેડ વિટાસેક તરીક થઈ છે અને તે બાંધકામ ક્ષેત્રનો ટેક્નિશિયન હતો. તે છેલ્લા દોઢ મહિનાથી મેડિકલ લીવ પર ઉતરેલો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube