નવી દિલ્હી: અમેરિકાના હવાઇ દ્વીપ સ્થિત પર્લ હાર્બર મિલિટ્રી બેસ પર એક બંદુકધારીએ નેવી શિપપાર્ડ પર ગોળીબાર કર્યો હતો. તેમાં ઓછામાં ઓછા ત્રણ લોકો ઘાયલ થયા છે. જેમાંથી બે લોકોની હાલત ગંભીર છે. બંદુકધારીએ પછી પોતાને ગોળી મારીને હત્યા કરી લીધી. જે સમયે ઘટના થઇ ત્યાં ભારતીય વાયુસેનાના પ્રમુખ એર ચીફ માર્શલ આરકેએસ ભદોરિયા પોતાની ટીમ સાથે હાજર હતા. વાયુસેના ચીફ સહિત ભારતીય દલના તમામ સભ્યો સુરક્ષિત છે. આ ઘટના પર્લ હાર્બર-હિકમ બેસ થઇ હતી. આ અમેરિકી નેવી અને એરફોર્સનો જોઇન્ટ બેસ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગોળીબારની ઘટના જ્યારે થઇ ત્યારે વાયુસેના ચીફ મિલિટ્રી બેસ નજીક એક કોંફરન્સમાં ભાગ લઇ રહ્યા હતા. આ સંબંધમાં એક વાયુસેનાના અધિકારીએ ન્યૂઝ એજન્સી ANI ને કહ્યું કે ''એર ચીફ સહિત ભારતીય વાયુસેના ડેલીગેશનના તમામ સભ્યો સુરક્ષિત છે. પેસેફિક એર ચીફ સિમ્પોઝિયમ (PACS-2019) ચાલુ રહ્યો કારણ કે ઘટના પર્લ હાર્બરના બીજા ભાગમાં બની હતી.


કહેવામાં આવી રહ્યું છે કે એક અમેરિકન નેવી સેલરે ગોળીબાર કર્યો હતો . જોઇન્ટ બેસ પર્લ હાર્બર-હિકમ (JBPHH) એ ઘટના વિશે ટ્વિટ કરી કહ્યું જે ''જે ત્રણ લોકો ઘાયલ થયા છે, તે બધા અમેરિકન રક્ષા મંત્રાલયમાં કામ કરનાર સિવિલ નાગરિક છે. જોકે તેમની દશા વિશે કોઇ જાણકારી આપવામાં આવી નથી. 


હવાઇના ગર્વનર ડેવિડ ઇગીએ ટ્વિટ કરીને કહ્યું કે ''ટ્રેજડી બાદ આ દુખડ ઘડીમાં હવાઇના લોકો સાથે એકજુટ છું અને પીડિતોને લઇને ચિતિંત છું. કેસ તપાસ થઇ રહી છે, ત્યારબાદ અસલી તસવીર સામે આવશે. 
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube