ગુપ્તા બ્રધર્સની UAE માં થઈ ધરપકડ, ઈન્ટરપોલે બહાર પાડી હતી નોટિસ
ભારતીય મૂળના ગુપ્તા બ્રધર્સની Law Enforcement Authorities દ્વારા યુએઈમાંથી ધરપકડ કરાઈ છે.
નવી દિલ્હી: ભારતીય મૂળના ગુપ્તા બ્રધર્સની Law Enforcement Authorities દ્વારા યુએઈમાંથી ધરપકડ કરાઈ છે. દક્ષિણ આફ્રિકામાં કૌભાંડો આચરવાના આરોપસર ગુપ્તા બ્રધર્સ રાજેશ ગુપ્તા અને અતુલ ગુપ્તાની દુબઈથી ધરપકડ થઈ. અત્રે જણાવવાનું કે બરાબર એક વર્ષ પહેલા ગત વર્ષે જુલાઈમાં ગુપ્તા બ્રધર્સ વિરુદ્ધ ઈન્ટરપોલે નોટિસ બહાર પાડી હતી. તેમના પર આરોપ છે કે તેમણે દક્ષિણ આફ્રિકામાં પૂર્વ રાષ્ટ્રપતિ જૈકબ જુમા સાથેના પોતાના સંબંધોનો ઉપયોગ આર્થિક લાભ મેળવવા તથા ટોપના પદો પર નિયુક્તિને પ્રભાવિત કરવા માટે કર્યો. જો કે ગુપ્તા બ્રધર્સે આ આરોપો ફગાવ્યા હતા.
દક્ષિણ આફ્રિકામાં 2018માં સરકાર સંલગ્ન સંસ્થાઓમાં અબજો રેન્ડ (દક્ષિણ આફ્રિકી ચલણ)નું કૌભાંડ કર્યા બાદ ગુપ્તા પરિવાર દુબઈ ભાગી ગયો હતો. દ.આફ્રિકાના ન્યાય અને સુધાર સેવા વિભાગે એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે યુએઈના કાયદા પ્રવર્તન અધિકારીઓ તરફથી સૂચના મળી છે કે ભાગેડુ રાજેશ અને અતુલ ગુપ્તાની સોમવારે ધરપકડ થઈ છે તેની ન્યાય અને સુધાર સેવા મંત્રાલય પુષ્ટી કરે છે. યુએઈ અને દક્ષિણ આફ્રિકામાં વિવિધ કાયદા પ્રવર્તન એજન્સીઓ વચ્ચે આગળની કાર્યવાહી પર ચર્ચા ચાલુ છે. દ.આફ્રિકાની સરકાર યુએઈ સાથે સહયોગ ચાલુ રાખશે.
અત્રે જણાવવાનું કે ઈન્ટરપોલે અમેરિકા અને બ્રિટન દ્વારા પહેલેથી વોન્ટેડ જાહેર ગુપ્તા બંધુઓ વિરુદ્ધ રેડ નોટિસ બહાર પાડી હતી. રેડ નોટિસ વૈશ્વિક સ્તરે એવા આરોપીઓ માટે બહાર પાડવામાં આવે છે જે લાંબા સમયથી વોન્ટેડ છે. ગુપ્તા પરિવાર 2018માં દ.આફ્રિકા છોડીને ભાગી ગયો હતો.
ગુપ્તા પરિવાર વિશે વાત કરીએ તો લગભગ 24 વર્ષ પહેલા સહારનપુરથી ગુપ્તા બ્રધર્સ બિઝનેસ માટે દ.આફ્રિકા ગયા હતા. કારોબાર એવો ચાલ્યો કે તેઓ દેશના ટોપ 10 ઉદ્યોગપતિઓમાં સામેલ થઈ ગયા. પરંતુ તેમના પર હંમેશા જુમાના નીકટના હોવાના અને રાજકીય વગથી કારોબારને આગળ વધારવાનો આરોપ લાગતા રહ્યા હતા.
Partygate Scandal: બચી ગઈ 'ખુરશી', બ્રિટનના પીએમ પદે બોરિસ જ્હોન્સન યથાવત રહેશે
વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube