અડ્યા તો મર્યા સમજો... આ છે દુનિયાનો સ્યૂસાઇડ છોડ, જેનુ ઝેર સાપ કરતા પણ કાતિલ છે
Suicide Plant : તમે સ્યૂસાઇડ પ્લાન્ટ જોયો છે ખરા..? આ છોડના સંપર્કમાં આવવાથી થાય છે અસહ્ય દર્દ... નાના એવા દેખાતા છોડનું નામ છે `જીમ્પઇ જીમ્પઇ`... આ છોડમાં ન્યૂરોટોક્સિન ઝેર હોય છે... ઓસ્ટ્રેલિયાના જંગલમાં જોવા મળે છે જીમ્પઇનો છોડ
Most Dangerous Plant In The World : દુનિયાભરમાં વનસ્પતિના ઘણા પ્રકારો જોવા મળે છે પરંતુ આજે એક એવા છોડ વિશે વાત કરીશું જેના વિશે ખૂબ જ ઓછા લોકો જાણતા હશે. સામાન્ય દેખાતો આ છોડ જીમ્પઇ જીમ્પઇ દુનિયાનો સૌથી ખતરનાક છોડ હોવાનું માનવામાં આવે છે. આ છોડ ભૂલથી પણ શરીરને અડી જાય તો છોડ પર રહેલા અદ્રશ્ય રેસા આપણા શરીરમાં અંદર ઘૂસી જાય છે અને અસહ્ય દર્દનું કારણ બને છે. એટલું જ નહીં માણસ સ્યૂસાઇડ કરવાનું પણ વિચારી શકે છે. આ કારણે તેને સ્યૂસાઇડ પ્લાન્ટ પણ કહેવામાં આવે છે.
ઓસ્ટ્રેલિયાના ક્વીંસલેન્ડના ફોરેસ્ટમાં કામ કરનારા લોકો અથવા તો કઠિયારાઓ માટે જીમ્પઇ છોડ મોતનું બીજું નામ છે. આ છોડ વિશે જાણકારી મળ્યા બાદ જંગલમાં જનારા લોકો તેમની સાથે રેસ્પિરેટર, મેટલ ગ્લવ્સ જેવી વસ્તુઓ સાથે રાખવા લાગ્યા છે. આ છોડ લગભગ 1866માં રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જે દરમિયાન જંગલમાંથી પસાર થનારા જાનવર અને ખાસ કરીને ઘોડાના મોત થઇ રહ્યા હતા. બાદમાં જાણ થઇ કે, જાનવરો જીમ્પઇ છોડના સંપર્કમાં આવ્યા હતા.
બીજા વિશ્વયુદ્ધ દરમિયાના ઘણા આર્મી ઓફિસર આ છોડનો શિકાર બન્યા જેના કારણે કેટલાક ઓફિસરોએ જાતે જ ગોળી મારીને સ્યૂસાઇડ કર્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જે એવું ન કરી શક્યા તેઓ દર્દની ફરિયાદ કરતા રહ્યા. બાદમાં આ છોડ વધુ ધ્યાન આપવામાં આવ્યું અને પરિણામે સ્યૂસાઇટ પ્લાન્ટ તરીકે ઓળખાવા લાગ્યો.
આ પણ વાંચો :
જોશજોશમાં મોડલે એવી ફ્રેન્ચ Kiss કરી કે જીભ કપાઈ, ઈન્સ્ટાગ્રામ પર શેર કરી આખી કહાની
રેલવેના ભાડામાં આ લોકોને મળશે છૂટ, રેલમંત્રી અશ્વિની વૈષ્ણવ આ દિવસે કરશે જાહેરાત
વજન ઘટાડવાની દવાથી દૂર રહેજો, નહિ તો હાથી જેવુ થઈ જશે શરીર અને ખબર પણ નહિ પડે...
આ છોડનું બાયોલોજીકલ નામ છે ડેંડ્રોક્નાઇડ મોરઇડ્સ. જે ઓસ્ટ્રેલિયાના ઉત્તર પૂર્વી રેનફોરેસ્ટમાં જોવા મળે છે. આ ઉપરાંત મોલક્ક્સ અને ઇંડોનેશિયામાં પણ જોવા મળે છે. જોવામાં આ છોડ એકદમ સામાન્ય છે. જેના પાન હાર્ટ આકારના હોય છે. આ છોડની ઉચાઇ લગભગ 3થી લઇને 15 ફૂટ સુધીની હોય છે.
કચરો સમજીને જૂના ફોનને ફેંકી ના દેતા આ વસ્તુ, ઘર બેઠા આ રીતે કરાવશે લાખોની કમાણી