ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં ઇમરાન ખાનની સરકાર બનવા જઇ રહી છે. તેઓ 11 ઓગષ્ટના રોજ વડાપ્રધાન પદના શપથગ્રહણ કરવાનાં છે. અગાઉ પાર્ટીનાં નેતાઓનાં દેખાવ અંગે ઘણી ચર્ચાઓ થઇ રહી છે. ઇમરાન ઉપરાંત હાલ તેની પાર્ટીનાં વિવિધ નેતાઓ વિવિધ કારણોથી ચર્ચામાં છે. જો કે હાલ પાર્ટીનાં નેતા જહાગીર તરીન અન ફૈઝલ ઝાવેદ ખાન સૌથી વધારે ચર્ચામાં છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાવેદની હેરસ્ટાઇલ તો ઇમરાન જેવી જ છે. ઇમરાન ઘણીવાર સફેદ સલવાર કમીઝમાં જોવા મળે છે. આ જ કારણ છે કે પીટીઆઇનો અઘોષિત યુનિફોર્મ સલવાર- કમીઝમાં જોવા મળે છે. લોકોનું કહેવું છે કે પાકિસ્તાન રાજનેતાઓને હાલ અઝરાક (ગળામાં નાખવાનો એક પ્રિન્ટેડ સ્કાર્ફ), બ્લેઝર અને થ્રી પીસ સૂટનો પહેરવેશ ઘણો પહેરે છે. 

પોતાના લુકના કારણે આ નેતાઓ છે ચર્ચામાં
હમઝા અબ્બાસી: અબ્બાસી એક્ટર છે. ક્યારેક પીટીઆઇના કલ્ચર સેક્રેટરી હતા. તેઓ સલવાર-કમીઝ ઉપર હાફ જેકેટ પહેરે છે. ક્યારેક ક્યારેક શાલ પણ ઓઢે છે. લુકના કારણે ઘણા ચર્ચામાં રહે છે. ટ્વીટર પર તેઓ ઘણા સક્રિય રહે છે. 

શીરીન મઝારી : સાડીઓ અને સલવાર-કમીઝના કારણે ચર્ચામાં રહે છે. પરંતુ તાજેતરમાં જ તેમણે પોતાની હેરસ્ટાઇલમાં કેટલાક ફેરફાર કર્યા હતા. વાળ નાના કપાવ્યા છે. લોકો તેનું કારણ પુછે તો તે કહે છે કે તેને અલગ અલગ હેરસ્ટાઇલ ગમે છે. 

સલમાન અહેમદ : ઇમરાનના જબરદસ્ત ફેન છે. તેમનો નારો છે નવુ પાકિસ્તાન નવો હું. કમીઝની બાંય પર રાજકીય વિચારો લખેલા હોય છે. કલરફુલ કુર્તા પહેરવા માટે જાણીતા છે. 25 જુલાઇનાં રોજ જ્યારે સલમાન વોટ આપવા ગયા હતા ત્યારે ફુલ સાઇઝ કુર્તામાં ઇમરાનની તસ્વીર બનેલી હતી.