Pakistani Actress Controversy: તાજેતરમાં પાકિસ્તાની અભિનેત્રી હનિયા આમિરનો એક વીડિયો ખુબ વાયરલ થયો હતો. જેમાં તે આરઆરઆરના ઓસ્કર જીતનારા ગીત નાટુ નાટુ પર ખુબ ડાન્સ કરતી જોવા મળી હતી. પાકિસ્તાનમાં અનેક લોકોને આ વાત ગમી નહતી. હવે હનિયા આમિર એકવાર ફરીથી લોકોના નિશાન પર છે. આ વખતે કારણ બન્યું છે એક ફોટો. આ ફોટામાં હનિયા ભગવાન ગણેશની એક મૂર્તિ સામે છે. તેણે ભગવાનની પ્રતિમા સાથે આ ફોટો પડાવ્યા બાદ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો. અને ટીકાનો વરસાદ થવા લાગ્યો. સોશિયલ મીડિયામાં પાકિસ્તાનમાં અનેક લોકો તેનાથી નારાજ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મિની ફોટોશૂટ અને મસાજ
તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરાયેલી તસવીરો પર ફોલોઅર્સની મિક્સ પ્રતિક્રિયા મળી રહી છે. કેટલાકે તેનું સમર્થન કર્યું છે તો કેટલાકે આકરો વિરોધ કર્યો છે. કેટલાક તેને અનફોલો પણ કરી દીધી. તસવીરો શેર કરતા હનિયાએ કેપ્શનમાં લખ્યું કે મિની ફોટોશૂટ અને મસાજ. હવે પાકિસ્તાની અભિનેત્રીના હિન્દુ ભગવાનની મૂર્તિ સાથે કોઈ પણ મુસ્લિમ માટે અપમાનજનક ગણાવતા પાકિસ્તાનના લોકો નારાજ થયા છે. જ્યારે કેટલાક તેના આ પગલાને સારી પહેલ માની રહ્યા છે. એક યૂઝરે લખ્યું કે તેમા શું ખોટું છે. તે પૂજા કરતી નથી. ફક્ત જોવા માટે આ તસવીર લેવાઈ છે. કેટલાક લોકો દરેક વસ્તુ પર ઓવરરિએક્શન કરે છે. હનિયાનો આ ફોટો કંબોડિયામાં  રજા ગાળવા દરમિયાન ખેંચાયેલો છે.