લંડનઃ બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસને બુધવારે કન્ઝર્વેટિવ નેતા તરીકે બ્રિટિશ સંસદને છેલ્લીવાર સંબોધિત કરી. આ દરમિયાન તેમણે કોરોના મહામારી રોકવામાં સરકારી પ્રયાસ, બ્રેક્ઝિટ બાદ બ્રિટિશ અર્થવ્યવસ્થાની મજબૂતી સહિત પોતાના કાર્યકાળ દરમિયાન કરવામાં આવેલા તમામ સારા કામને ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે અમે મદદ કરી છે, મેં મદદ કરી છે, આ દેશને મહામારીમાંથી બહાર કાઢ્યો છે અને દેશને બર્બરતાથી બચાવવામાં મદદ કરી છે. સ્પષ્ટ રૂપથી આ આગળ વધતા રહેવા માટે પર્યાપ્ત છે. મિશન ઘણી હદ સુધી પૂરુ થયું. બોરિસ જોનસનનું ભાષણ પૂરુ થયા બાદ કંઝર્વેટિવ પાર્ટીના સભ્યોએ પોતાના નેતાને તાળીઓના ગડગડાટ સાથે વિદાય આપી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જતા-જતા બોરિસ બોલ્યા- હસ્તા લા વિસ્ટા, બેબી
બોરિસ જોનસને સંસદની બહાર જતા-જતા સાંસદોને કહ્યુ કે- હું અહીં બધાનો આભાર વ્યક્ત કરવા માંગુ છું અને હસ્તા લા વિસ્ટા, બેબી. Hasta la vista એક સ્પેનિશ અભિવાદન છે. તેનો મતલબ 'ગુડ બાય, જલદી મળીશું' થાય છે. બોરિસન જોનસનના આ અભિવાદનનો અર્થ કાઢવામાં આવી રહ્યો છે કે તે સક્રિય રાજનીતિમાં રહેશે અને પોતાની પાર્ટી માટે કામ કરશે. બોરિસ જોનસનને થેરેમા મેની જગ્યાએ દેશના પ્રધાનમંત્રી બનાવવામાં આવ્યા હતા. બંને નેતાઓએ પોતાનો કાર્યકાળ પૂરો કર્યા વગર પદ પરથી રાજીનામુ આપવું પડ્યું. 


75 વર્ષ પહેલા જે ઘર છોડ્યું ત્યાં હવે ફુલોના વરસાદ સાથે થયું સ્વાગત, 92 વર્ષની ઉંમરે પાક પહોંચ્યા ભારતીય મહિલા


પીએમ તરીકે કેબિનેટની અંતિમ બેઠકમાં સામેલ થયેલા જોનસન મંગળવારે પોતાની અંતિમ કેબિનેટ બેઠકની અધ્યક્ષતા કરી. આ બેઠક નવા નેતાની ચૂંટણી માટે કંઝર્વેટિવ પાર્ટીના સાંસદો દ્વારા ચોથા રાઉન્ડ માટે ગુપ્ત મતદાન કરતા પહેલા થઈ હતી. આ દરમિયાન તેમણે દેશમાં પડી રહેલી ભીષણ ગરમી વચ્ચે જળવાયુ પરિવર્તનનો સામનો કરવામાં પોતાની સરકારના રેકોર્ડ અને પ્રતિબદ્ધતાનો બચાવ કર્યો હતો. તેમણે ડાઉનિંગ સ્ટ્રીમાં પોતાના મંત્રીઓને કહ્યું કે કોણ શંકા કરી શકે છે કે અમે નેટ ઝીરોના માર્ગ તરફ વધનારી પ્રથમ મોટી અર્થવ્યવસ્થા બનાવવાને લઈને એકદમ યોગ્ય છીએ. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube