નવી દિલ્હીઃ ભાગેડૂ હીરા કારોબારી મેહુલ ચોકસી  (Mehul Choksi) હવે એન્ટીગુઆથી લાપતા થઈ ગયા છે, જે ભારતમાં પંજાબ નેશનલ બેન્ક  (PNB) કૌભાંડના આરોપી છે. મેહુલ ચોકસીના વકીલ વિજય અગ્રવાલે દાવો કર્યો કે એન્ટીગુઆ પોલીસ (Antigua Police) એ સર્ચ ઓપરેશન શરૂ કરી દીધુ છે. હવે આ મામલામાં એન્ટીગુઆના પ્રધાનમંત્રીએ અમારી સહયોગી ચેનલ WION સાથે EXCLUSIVE વાતચીતમાં મહત્વની જાણકારી આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત સરકારને આપી જાણકારી
WION સાથે એક ખાસ વાતચીતમાં એન્ટીગુઆ અને બરમુડાના પ્રધાનમંત્રી ગેસ્ટન બ્રાઉન (Gaston Browne) એ કહ્યુ કે, તેમની સરકારે ભારતને મેહુલ ચોકસી લાપતા થવાની સૂચના આવી છે. આ સાથે ઇન્ટરપોલને પણ જાણકારી આપવામાં આવી રહી છે. ભાગેડૂ ચોકસી 14000 કરોડ રૂપિયાના પીએનબી કૌભાડમાં વોન્ટેડ છે. તે 2018માં દેશ છોડી ભાગી ગયો હતો અને ભારત તેને પ્રત્યર્પિત કરવાની માંગ કરી રહ્યું હતું.


છેલ્લે કઈ ગાડીમાં ગયો?
WION સાથે વાતચીતમાં પ્રધાનમંત્રીએ કહ્યુ કે, લાપતા વ્યક્તિ (મેહુલ ચોકસી) રિપોર્ટ જે સ્થાનીય રૂપથી રાખવામાં આવ્યો હતો, હવે તેને ઇન્ટરપોલની સાથે શેર કરવામાં આવી રહ્યો છે. ચોકસી છેલ્લા 24 કલાકથી ગાયબ છે. સ્થાનીક અધિકારીઓ વાહનની જાણકારી મેળવવાનો પ્રયાસ કરી રહ્યાં છે, જેનો તેણે છેલ્લો ઉપયોગ કર્યો હતો. 


ભારત પરત મોકલવામાં આવશે
તેના પ્રત્યર્પણની શું સંભાવના છે અને તેને પરત ભારત મોકલવામાં આવી રહ્યો છે? આ સવાલના જવાબમાં ગેસ્ટન બ્રાઉને કહ્યુ, અમને વિશ્વાસ છે કે તેને પ્રત્યર્પિત કરવામાં આવશે, પરંતુ યોગ્ય પ્રક્રિયા બાદ. તેની તમામ અપીલોને રદ્દ કરી દેવામાં આવશે, પછી અમે તેની ધરપકડ કરવાની કાર્યવાહી કરીશું. ગેસ્ટને કહ્યુ, હું ભારત અને દુનિયાના લોકોને જણાવવા ઈચ્છુ છું કે એન્ટીગુઆ અને બારમુડામાં મેહુલ ચોક્સીનું કોઈ પ્રકારે સ્વાગત નથી, અમે તેને દેશમાંથી બહાર કરવા ઈચ્છીએ છીએ. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube