ઝી બ્યૂરો, અમદાવાદઃ આજની ફાસ્ટ લાઈફમાં ખાણી-પીણીનો ટ્રેન્ડ પણ બદલાઈ ગયો છે. એમાંય દુનિયાભરમાં લોકો ફાસ્ટ ફૂડ ફાસ્ટ ફૂડમાં ખાવાનું પસંદ કરે છે. જેમાં સામાન્ય રીતે બર્ગર લોકોની પહેલી પસંદમાંથી એક હોય છે અને ભારતમાં તો લોકો તેના દીવાના છે. અહીંયા 10 રૂપિયાથી લઈને તમને 500 રૂપિયા સુધીના બર્ગર મળી જશે. પરંતુ તમે ક્યારેય 4 હજાર 300 રૂપિયાનું એક બર્ગર ખાધું છે. કદાચ તમારો જવાબ હશે ના અને તમે વિચારી રહ્યા હશો કે લગભગ સાડા ચાર હજાર રૂપિયાનું બર્ગર ક્યાં મળે છે અને તેની વિશેષતા શું છે એ પણ જાણીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


આ બર્ગરની કિંમત 59 અમેરિકી ડોલર એટલે 4330 રૂપિયા છે. આ બર્ગરની વિશેષતા એ છે કે તેના પર સોનાનું વર્ક કરવામાં આવેલું છે અને ગ્રાહકોને આકર્ષિત કરવા માટે તેનું નામ 24 કેરેટ બર્ગર રાખવામાં આવ્યું છે. જણાવી દઈએ કે કેરેટ સોનાની શુદ્ધતાને માપવાનો માપદંડ હોય છે. કોલંબિયાની એક રેસ્ટોરાંમાં સોનાનું આ ખાસ બર્ગર વેચવામાં આવે છે. સાઉથ ચાઈના મોર્નિગ પોસ્ટના રિપોર્ટ પ્રમાણે કોલંબિયાની બોગોટામાં એક રેસ્ટોરાંએ દુનિયાની પસંદગીના ખાદ્ય પદાર્થોને શાનદાર વ્યંજનોમાં બદલી નાંખ્યા છે. ગ્રાહોને આકર્ષિત કરવા માટે રેસ્ટોરાં 24 કેરેટ બર્ગર આપી રહ્યું છે.


કોરોના વાયરસ મહામારીના કારણે રેસ્ટોરાં ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે. દુનિયાભરની રેસ્ટોરાંમાં લોકોની છંટણી કરવામાં આવી રહી છે. કેટલીક બંધ થઈ રહી છે અને અનેકને ભારે નુકસાન થયું છે. સાર્વજનિક સમારોહ પર પ્રતિબંધે ડાઈન-ઈન-રેસ્ટોરાંને માત્ર ડિલીવરી આઉટલેટમાં બદલી નાંખ્યા છે. સાઉથ ચાઈના મોર્નિંગ પ્રમાણે રેસ્ટાંરના શેફ મારિયા પાઉલાએ જણાવ્યું કે રેસ્ટોરાંમાં હૈમબર્ગરને પહેલાં પ્લાસ્ટિકમાં પેક કરવામાં આવે છે. અને પછી તેના પર સોનાનું વરખ ચઢાવવામાં આવે છે. પાઉલાએ આ બર્ગરને બનાવવા સાથે જોડાયેલ સાવધાનીપૂર્વક પ્રક્રિયાને પણ જણાવી. તેમણે કહ્યું કે આ ક્ષતિગ્રસ્ત હોઈ શકે છે. જો આ તમારી આંગળી પર ચોંટી જાય તો તેનાથી નુકસાન થઈ શકે છે.