દિપક પદ્મશાળી/અમદાવાદ: તમે લવ મેરેજ અને અરેન્જ મેરેજ વિશે તો સાંભળ્યુ હશે પણ શું તમે ક્યારેય શરતોને આધીન થતાં મેરેજ વિશે સાંભળ્યું છે? સોશિયલ મીડિયા પર હાલ એક લગ્નનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક યુવતીએ લગ્ન કરતી વખતે એવી શરતો રાખી કે જેના વિશે જાણીને બીજી યુવતીઓ પણ શરતોને આધીન લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી રહી છે. તો આખરે કન્યાએ કઈ કઈ શરતોને આધીન લગ્ન કર્યા જુઓ આ રિપોર્ટમાં... 


લગ્નને સાત જન્મોનો બંધન માનવામાં આવે છે. લગ્ન સમયે વરરાજા અને કન્યા એકબીજાને કેટલાક વચનો પણ આપતા હોય છે. એવામાં સોશિયલ મીડિયા પર એક લગ્ન ચર્ચામાં છે અને ચર્ચાનું કારણ છે શરતોને આધીન થતાં લગ્ન. એક યુવતી તેના લગ્ન પહેલા વરરાજા સમક્ષ કેટલીક શરતો રાખી છે. વીડિયોમાં તમે વરરાજા અને કન્યાને જોઈ શકો છો. વરરાજા અને કન્યા એક મોટા કાર્ડ પર સાઈન કરી રહ્યા છે. આ કાર્ડ કોઈ સામાન્ય કાર્ડ નહીં પણ ક્રોન્ટ્રાક્ટ પેપર છે. જેના પર લગ્ન બાદની કેટલીક શરતો લખવામાં આવી છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube