Hottest Day: 3 જુલાઈના દિવસે રેકોર્ડ તોડ્યો...ધરતીના ઈતિહાસનો સૌથી ગરમ દિવસ
Hottest Day of Earth: 3 જુલાઈ 2023 એટલે કે ગત સોમવાર ધરતીનો સૌથી ગરમ દિવસ હતો. પૃથ્વીની હિસ્ટ્રીમાં અત્યાર સુધીનો આટલો ગરમ દિવસ ક્યારેય જોવા મળ્યો નથી. સોમવારે ધરતીનું સરેરાશ તાપમાન 17.01 ડિગ્રી સેલ્સીયસ નોંધાયુ હતું. જે અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન માનવામાં આવી રહ્યું છે.
3 જુલાઈ 2023 એટલે કે ગત સોમવાર ધરતીનો સૌથી ગરમ દિવસ હતો. પૃથ્વીની હિસ્ટ્રીમાં અત્યાર સુધીનો આટલો ગરમ દિવસ ક્યારેય જોવા મળ્યો નથી. સોમવારે ધરતીનું સરેરાશ તાપમાન 17.01 ડિગ્રી સેલ્સીયસ નોંધાયુ હતું. જે અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન માનવામાં આવી રહ્યું છે. આ અગાઉ સૌથી ગરમ દિવસનો રેકોર્ડ ઓગસ્ટ 2016ના નામે હતો. ત્યારે દુનિયાનું સરેરાશ તાપમાન 16.92 ડિગ્રી સેલ્સીયસ નોંધાયુ હતું. હાલ ગરમીનું સૌથી મોટું કારણ દુનિયામાં ચાલી રહેલી હીટવેવ છે. વૈશ્વિક સ્તરે જોઈએ તો દક્ષિણ અમેરિકા ભયાનક હીટ ડોમ સામે ઝઝૂમી રહ્યું છે. ચીનમાં સતત હીટવેવની અસર છે. ચીનમાં સરેરાશ તાપમાન 35 ડિગ્રી સેલ્સીયસ નોંધાયું છે. જ્યારે ઉત્તર આફ્રિકામાં પારો 50 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યો છે.
એટલે સુધી કે એન્ટાર્કટીકા પોતાની ઠંડીની સીઝનમાં પણ મહત્તમ તાપમાન નોંધાવી ચૂક્યું છે. એન્ટાર્કટીકાના અર્જેન્ટાઈન આઈલેન્ડ પર રહેલા યુક્રેનના વર્નાડસ્કી રિસર્ચ બેઝ પર જુલાઈનું તાપમાન 8.7 ડિગ્રી સેલ્સીયસ નોંધાયુ છે. જે ખુબ જ વધુ છે. લંડન સ્થિત બ્રિટેન ઈમ્પીરિયલ કોલેજમાં ગ્રાંથમ ઈન્સ્ટીટ્યૂટ ફોર ક્લાઈમેટ ચેન્જ એન્ડ એનવાયરમેન્ટના વૈજ્ઞાનિક ફ્રેડરિક ઓટ્ટોએ જણાવ્યું કે આપણે એવા કોઈ અવસરોને સેલિબ્રિટ કરી શકીએ નહીં. આપણે પ્રકૃતિ સાથે ખેલ ખેલી રહ્યા છીએ. તાપમાન સતત વધી રહ્યું છે.
ફ્રેડરિકે એમ પણ કહ્યું કે આ લોકો અને ઈકોસિસ્ટમ માટે મોતની સજાથી જરાય કમ નથી. આ જળવાયુ પરિવર્તનનું પરિણામ છે. આ સાથે આ વખતે અલ નીનોની અસર પણ જોવા મળી રહી છે. આ બંને પર જ આરોપ લાગી શકે છે. પરંતુ જવાબદાર તો માણસ જ છે.
બર્કલે અર્થના સાયન્ટિસ્ટ જે કે હોસફાધરે કહ્યું કે જેટલું વધુ કાર્બન ઉત્સર્જન થશે તાપમાન એટલું જ વધશે. ઉત્સર્જન, ગ્રીનહાઉસ ગેસ અને અલ નીનોએ મળીને દુનિયાનો પારો વધારી દીધો છે. સામાન્ય રીતે દુનિયાનું તાપમાન 12થી 17 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે ફરતું રહે છે. પરંતુ આ હવે મહત્તમ સ્તરે છે.
NCP ના અસલ બોસ કોણ? આજે થઈ જશે નક્કી, શરદ પવાર અને અજિત પવારે બોલાવી બેઠક
કેન્દ્રીય મંત્રી ગડકરીની પેટ્રોલ પર મોટી જાહેરાત, કિંમત 15 રૂપિયે પ્રતિ લીટર થશે
હાર્ટ એટેક ઉંમર જોતો નથી, શું તમે જાણો છો બાળકોને કેમ આવે છે હાર્ટ એટેક?
ધરતીનું સરેરાશ તાપમાન જુલાઈના અંત અને ઓગસ્ટની શરૂઆતમાં સૌથી વધુ હોય છે. પરંતુ આ ડેટા તો આ મહિનાની શરૂઆતમાં જ રેકોર્ડ થઈ ગયો. એટલે કે જુલાઈના અંત કે ઓગસ્ટમાં તાપમાન ફરીથી રેકોર્ડ તોડી શકે છે. માણસ દર વર્ષે વાયુમંડળમાં 4000 કરોડ ટન કાર્બન ડાયોક્સાઈડ રિલીઝ કરે છે. તે પણ જીવાશ્મ ઈંધણ બાળીને. જેના કારણે વાયુમંડળ ગરમ થઈ રહ્યું છે. તેમાં સોને પર સુહાગા જેવું પ્રશાંત મહાસાગરમાં આ વખતે અલ નીનોની અસર પણ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube