નવી દિલ્હી: આજ સુધી તમે મગરમચ્છ  અને સિંહની લડાઈના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર જોયા હશે પરંતુ એક એવી ભેંસનો વીડિયો કદાચ જ જોયો હોય જેણે પહેલા તો પાણીમાં મગરમચ્છને હરાવ્યો અને પછી જંગલના રાજા સિંહને પણ ધોબીપછાડ આપી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાઉથ આફ્રિકાના ક્રુઝર નેશનલ પાર્કનો એક આવો જ વીડિયો હાલ વાઈરલ થયો છે. નેશનલ પાર્કમાં એક ભેંસ, સિંહ અને મગરમચ્છ વચ્ચે જબરદસ્ત લડાઈ થઈ. ત્રણેય જાનવરો વચ્ચે જીવન મોતની લડાઈનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે અનેક સિંહ ભેંસને જોઈને તેનો શિકાર કરવા માટે ઉછળી પડ્યાં. પરંતુ ભેંસ ચાલાકી બતાવતા પાણીમાં ઉતરી ગઈ. 


જુઓ વીડિયો...


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...