બેરૂતઃ લેબનાનની રાજધાની બેરૂતમાં હિઝ્બુલ્લાહના પેજર બાદ હવે રેડિયો કમ્યુનિકેશન ડિવાઇસમાં ધમાકા થઈ રહ્યાં છે. આ ધમાકામાં ત્રણ લોકોના મોતની પુષ્ટિ થઈ છે. હિઝબુલ્લાહના અલ-મનાર ટીવીએ જણાવ્યું કે ઘણા લેબનાની વિસ્તારમાં વાયરલેસ ડિવાઇસ હાથમાં વિસ્ફોટ થઈ ગઈ હતી. અત્યાર સુધી 100 લોકો ઈજાગ્રસ્ત થવાના સમાચાર છે. ત્યાં સુધી કે હિઝબુલ્લાહ માટે પોતાના લડવૈયા અને બીજા સંબંધીઓને દફનાવવા પણ મુશ્કેલ થઈ ગયા છે. બેરૂતમાં આજે હિઝ્બુલ્લાહથી સંબંધિત સાંસદના પુત્રના જનાજામાં પણ વિસ્ફોટના સમાચાર છે. બેરૂતમાં થયેલા પેજર વિસ્ફોટમાં અત્યાર સુધી 12 લોકોના મોત થયા છે, જેમાં બે બાળકો પણ સામેલ છે. તો આશરે 2800 જેટલા લોકોને ઈજા થઈ છે. તેમાંથી 200 લોકોની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળ્યું છે. હિઝ્બુલ્લાહે પેજર વિસ્ફોટનો આરોપ ઇઝરાયલ પર લગાવ્યો છે અને બદલો લેવાની ધમકી આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લેબનાનમાં વિસ્ફોટોની સૂચના
વાયરલેસ સેટમાં થયેલા ધમાકાથી હિઝ્બુલ્લાહ લડવૈયાના અંતિમ સંસ્કારમાં પણ ઘણા લોકો ઘાયલ થયા છે. આ લડવૈયાનું મોત એક દિવસ પહેલા થયેલા પેજર વિસ્ફોટમાં થયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે વિસ્ફોટ કાલના વિસ્ફોટોથી વધુ મોટા હતા. ઘર, કારો અને બાઇકોમાં પણ વિસ્ફોટ થયા છે. બેરૂત, બેકા ઘાટી અને દક્ષિણી લેબનાનમાં વિસ્ફોટોના સમાચાર છે. તેવા પણ અપ્રમાણિત રિપોર્ટ્સ છે કે લેબનાનમાં સોલર સિસ્ટમમાં પણ વિસ્ફોટ થયા છે. 


અલ જઝીરાએ અમેરિકન યુનિવર્સિટી ઓફ બેરુત (AUB) મેડિકલ સેન્ટરના ચીફ મેડિકલ ઓફિસર ડૉ. સલાહ ઝેનેલ્ડીનને ટાંકીને જણાવ્યું હતું કે ગઈકાલના પેજર બ્લાસ્ટ પછી હોસ્પિટલમાં દાખલ થયેલા મોટાભાગના લોકોના ચહેરા પર ઉઝરડા હતા, તેમની આંખો અને નાક પર પણ ઘા હતા. પેટનો નીચેનો ભાગ અને હાથની આંગળીઓ ઉડી ગઈ છે. "કમનસીબે હાથની ઘણી બધી ઇજાઓ છે, ઘણી આંગળીઓ કપાઇ છે અને આંખની ઘણી બધી ઇજાઓ છે જે કાયમી અથવા સંપૂર્ણ આંખની નિષ્ફળતામાં પરિણમે છે.


લેબનાન બન્યો દુનિયાનો સૌથી ખતરનાક દેશ
હિઝ્બુલ્લાહના ગઢ કહેવાતા બેરૂતના દક્ષિણી ઉપનગર દહિહમાં સ્થિતિ એવી છે કે લોકો ચિંતામાં છે. ચારે તરફ ધમાકા થઈ રહ્યાં છે. ક્યાંક મોબાઈલ ફાટી રહ્યાં છે કે ક્યાંક પેજર. બાકીની કસર ઇઝરાયલી હવાઈ હુમલા પૂરી કરી રહ્યાં છે. તેવામાં લેબનાન આ સમયે વિશ્વના સૌથી ખતરનાક દેશોમાં સામેલ થઈ ગયો છે. લોકો ડરને કારણે મોબાઈલ ફોનનો જાહેરમાં ઉપયોગ કરવાથી બચી રહ્યાં છે. તેવામાં તેમની પાસે મિત્ર, સંબંધીઓ સાથે વાત કરવાનું સંકટ ઊભુ થઈ ગયું છે.