કરાંચી: ભારતમાં નાગરિકતા કાનૂન (CAA)ના વિરોધ વચ્ચે પાકિસ્તાન (Pakistan)માં હિંદુઓ સાથે અત્યાચારની વધુ એક ઘટના સામે આવી છે. સિંધ પ્રાંતમાં લગ્નના મંડપમાંથી હિંદુ છોકરીનું અપહરણ કરી તેના બળજબરીપૂર્વક મુસ્લિમ છોકરા સાથે લગ્ન કરાવવાનો ખુલાસો થયો છે. છોકરીના પિતાએ દાવો કર્યો છે કે લગ્ન સમારોહમાંથી તેમની પુત્રીનું અપહરણ કરી મુસ્લિમ વ્યક્તિ સાથે લગ્ન કરાવવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છોકરીના પરિવારે પોલીસ ફરિયાદ કરી છે. આ કેસ કરાંચીથી 215 કિલોમીટર દૂર મટિયારી જિલ્લાના હાલા શહેરનો છે. 


સમાચાર છે કે 24 વર્ષીય હિંદુ છોકરી ભારતીબાઇના લગ્ન હાલા શહેરના એક હિંદુ છોકરા સાથે નક્કી થયા હતા. રવિવારે લગ્ન સમારોહ દરમિયાન કેટલાક અજ્ઞાત હુમલાવરોએ કાર્યક્રમ સ્થળ પર હુમલો કર્યો અને છોકરીનું અપહરણ કરી દીધું હતું. 


ભારતીબાઇના પિતા કિશોર દાસે કહ્યું કે તેમની પુત્રીનો લગ્ન સમારોહ ચાલી રહ્યો હતો, જ્યારે શાહરૂખ ગુલ નામનો વ્યક્તિ કેટલાક અન્ય લોકો સાથે આવ્યો અને તેમની પુત્રીને દિવસના અજવાળામાં લઇ ગયા. પિતાનો આરોપ છે કે શાહરૂખ સાથે કેટલાક પોલીસવાળા પણ હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube