પાકિસ્તાનની રાજનીતિમાં મેળવી નામના, આ હિન્દુ રાજપૂતનો છે જલવો, મુસ્લિમો કરે છે રક્ષા
પાકિસ્તાનના ઉમરકોટ રજવાળાના રાજા કરણી સિંહ સોઢાનો પરિવાર પાકિસ્તાનની રાજનીતિમાં મહત્વનું સ્થાન રાખે છે.
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં હિન્દુઓની સ્થિતિ કોઈથી છુપાયેલી નથી. ત્યાં હિન્દુઓ ઉપર હુમલા અને અત્યાચારોના સમાચાર સામે આવતા રહે છે. તેવામાં ત્યાં રહેતા ઘણા એવા પરિવાર છે જે પલાયન કરીને ભારત આવી ગયા. પરંતુ તમે એક વાત જાણીને ચોકી જશો કે પાકિસ્તાનમાં એક હિન્દુ પરિવાર એવો પણ છે, જે ડરથી રહેતો નથી પરંતુ તેમનાથી ત્યાંના લોકો ડરે છે.
ઉમરકોટ રાજવી પરિવારના રાજા છે કરણી સિંહ
અમે વાત કરી રહ્યા છીએ ઉમરકોટ રાજવી રાજા કરણી સિંહ સોઢાની. તે હરીમ સિંહ સોઢાના પુત્ર છે. તેમનો પરિવાર પાકિસ્તાનની રાજનીતિમાં મહત્વનું સ્થાન રાખે છે. કરણી સિંહનો પાકિસ્તાનમાં એવો જલવો છે કે તે જ્યાં જાય છે, બોડીગાર્ડથી ઘેરાયેલા રહે છે.
અકબરની જન્મભૂમિ છે ઉમરકોટ
મહત્વનું છે કે ઉમરકોટનું પહેલા નામ અમરકોટ હતું. આ રજવાડાનું રાજ્ય પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં છે. અમરકોટને મુગલ સમ્રાટ અકબરની જન્મભૂમિ માનવામાં આવે છે. અમરકોટ પહેલા સિંધની રાજધાની હતી. મધ્યકાલથી લઈને 1947 માં ભારત-પાકિસ્તાનના વિભાજન સુધી ઉમરકોટ પ્રાંત પર હિન્દુ સોઢા રાજપૂતોનું શાસન હતું.
આ પણ વાંચોઃ Canada Protest: કેનેડામાં જસ્ટિન ટ્રૂડોને સત્તા પરથી હટાવી દેશું, 50 હજાર ટ્રક ડ્રાઈવરોની જાહેરાત
વિભાજન સમયે પાકિસ્તાનમાં રહેવાનો લીધો નિર્ણય
મુગલ સામ્રાજ્ય અને બ્રિટિશ રાજ દરમિયાન આ શહેરને ખુબ નામ મળ્યુ. માનવામાં આવે છે કે ત્યારે અકબરના પિતા હુમાયૂં શેરશાહ સૂરીના હાથે હારી ગયા હતા. ત્યારે અમરકોટને રાજપૂત શાસક રાણા રાવ સિંહે તેને શરણ આપ્યુ હતું. વિભાજન સમયે હિન્દુ બહુસંખ્યક ઉમરકોટ એકમાત્ર રજવાળુ હતું, જે પાકિસ્તાનમાં જતુ રહ્યું હતું.
પાકિસ્તાનની રાજનીતિમાં મહત્વનું સ્થાન
કરણી સિંહના દાદા રાણા ચંદ્ર સિંહ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના સંસ્થાપકોમાં એક હતા. તે પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઝૂલ્ફિકાર અલી ભટ્ટાના ખાસ મિત્ર હતા. તેમણે બેનઝીર ભુટ્ટોની સરકારમાં ઘણા મહત્વના પદ સંભાળ્યા. તે ઉમરકોટથી 7 વખત પાકિસ્તાન નેશનલ એસેમ્બલી માટે ચૂંટાયા હતા. પીપીપીથી અલગ થયા બાદ રાણા ચંદ્ર સિંહે પાકિસ્તાન હિન્દુ પાર્ટીની રચના કરી હતી.
આ પણ વાંચોઃ Ukraine Crisis: રાષ્ટ્રપતિ બાઇડેનની અમેરિકી નાગરિકોને ચેતવણી, કહ્યું- યુક્રેન છોડી દો
હંમેશા સાથે રહે છે બોડીગાર્ડ
તો કરણી સિંહની વાત કરીએ તો તે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તે પાકિસ્તાનના રાજકીય કાર્યક્રમોમાં જોવા મળે છે. તેમના લગ્ન 20 ફેબ્રુઆરી 2015ના રાજસ્થાનના શાહ પરિવારની પુત્રી પદ્મિની સાથે થઈ હતી. કરણી સિંહ જ્યાં પણ જાય છે હથિયારોથી લેસ બોડીગાર્ડ દરેક સમયે તેમની સાથે હાજર રહે છે. મહત્વનું છે કે તેમના બોડીગાર્ડમાં મોટા ભાગના મુસ્લિમો હોય છે, કારણ કે તેમનું માનવુ છે કે કરણી સિંહનો પરિવાર રાજા પુરૂ (પારસ) ના વંશજ છે. તેવામાં તે હંમેશા કરણી સિંહની સુરક્ષામાં હાજર રહે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube