વોશિંગ્ટન: દુનિયાભરમાં હિંદુઓ પર હુમલાની ઘટનાઓ વધી રહી છે. નફરતના મામલામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. અમેરિકી સંસ્થા નેટવર્ક કંટેજિયન રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટના રિસર્ચમાં ખુલાસો થયો છેકે હિંદુઓ સામે નફરત અને હિંસાના કેસમાં 1000 ટકાનો વધારો થયો છે. અમેરિકાની સંસ્થા નેટવર્ક કંટેજિયન રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટના સહ-સંસ્થાપક જોએલ ફિંકેલસ્ટાઈને કહ્યું કે હિંદુ વિરોધી મીમ્સ, નફરત અને હિંસક એજન્ડા બનાવવામાં આવી રહ્યો છે. દુનિયાભરમાં હુમલા અને નફરતનો માહોલ બનાવવામાં શ્વેત અને કટ્ટરપંથી ઈસ્લામિક તત્વ આગળ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છેલ્લા 5 વર્ષમાં ઘટનામાં વધારો:
છેલ્લાં 5 વર્ષ દરમિયાન હિંદુઓ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. ફિંકેલસ્ટાઈનના જણાવ્યા પ્રમાણે અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા જેવા મોટા દેશમાં હિંદુઓ પર હિંસા વધી છે. હિંદુફોબિયાને એક કાવતરા અંતર્ગત વધારવામાં આવી રહ્યું છે. અમેરિકામાં તપાસ એજન્સી FBIના એક રિપોર્ટ પ્રમાણે અમેરિકામાં 2020માં ભારતવંશી અમેરિકીઓ પર હુમલા 500 ટકા વધ્યા છે. તેમાંથી મોટાભાગના હિંદુ ધર્માવલંબી છે. બીજીબાજુ ઉત્તર અમેરિકામાં હિંદુઓના સંગઠન COHNAના નિંકુજ ત્રિવેદીનું કહેવું છે કે જે પણ દેશમાં હિંદુ જઈને વસે છે, તે ત્યાંના વિકાસમાં યોગદાન આપે છે.


કેનેડામાં મંદિરમાં તોડફોડની ઘટના-
નવેમ્બર 2021માં બ્રામ્પટનમાં હિંદુ સભા મંદિરમાં તોડફોડ
જગન્નાથ મંદિરમાં પણ તોડફોડ કરવામાં આવી
15 જાન્યુઆરી 2022માં હનુમાન મંદિરમાં તોડફોડ
25 જાન્યુઆરીએ દેવી દુર્ગા મંદિરને તોડવામાં આવ્યું
ગૌરી શંકર મંદિર અને જગન્નાથ મંદિરમાં નુકસાન પહોંચાડ્યું
30 જાન્યુઆરીએ મિસિસોગામાં હિંદુ હેરિટેજ સેન્ટરમાં દાનપેટી-મુખ્ય કાર્યાલયમાં તોડફોડ
2021માં પંજાબના રહેવાસી પ્રભજોતની હત્યા
14 જુલાઈ 2022માં મહાત્મા ગાંધીજીની પ્રતિમા તોડવામાં આવી
15 સપ્ટેમ્બર 2022માં હિંદુ મંદિરમાં તોડફોડ કરવામાં આવી


બ્રિટનના મંદિરોમાં હુમલો કરાવે છે પાકિસ્તાની જેહાદી ગેંગ:
બ્રિટનના લિસ્ટર અને બર્મિગહામના સ્મેડેકમાં હાલમાં મંદિરો પર થયેલા હુમલામાં પાકિસ્તાની જેહાદી ગેંગના સાગરિતોનો હાથ સામે આવ્યો છે. બ્રિટિશ ગુપ્તચર એજન્સીઓનું કહેવું છે કે પાકિસ્તાનનું જેહાદી ટેરર નેટવર્ક બ્રિટનને યૂરોપમાં જેહાદ ફેલાવવામાં એકજૂટ છે. પાકિસ્તાનથી આતંકવાદીઓને લાવીને બ્રિટનના મદરેસામાં ચાલનારા સેફ શેલ્ટર હાઉસમાં રાખવામાં આવે છે.


30 વર્ષથી ચાલે છે નેટવર્ક:
બ્રિટનમાં 30 વર્ષ પહેલાં પાકિસ્તાની આતંકવાદી મસૂદ અઝહરે જેહાદી નેટવર્ક બનાવ્યું. 2005માં લંડનમાં બોમ્બ બ્લાસ્ટમાં અલકાયદા નેટવર્કનો હાથ હતો. આ હુમલામાં 56 લોકોના મોત થયા હતા.


બ્રિટનની જેલમાં બંધ કેદીઓમાં 18 ટકા મુસ્લિમ:
બ્રિટનની સંસદમાં રજૂ થયેલા રિપોર્ટ પ્રમાણે બ્રિટનની લગભગ 7 કરોડની વસ્તીમાં 4 ટકા મુસ્લિમ છે. પરંતુ મુસ્લિમોનો ક્રાઈમ રેટ સૌથી વધારે છે. બ્રિટનની જેલમાં બંધ કેદીઓમાંથી 18 ટકા મુસ્લિમ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઈંગ્લેન્ડ અને વેલ્સની કુલ વસ્તીમાં 2 ટકા હિંદુ છે. પરંતુ એકપણ હિંદુ જઘન્ય અપરાધના આરોપમાં જેલમાં બંધ નથી. બ્રિટનમાં જનગણનાના નવા રિપોર્ટ પ્રમાણે લગભગ 14 લાખથી વધારે હિંદુ રહે છે. જ્યારે અહીંયા લગભગ 11 લાખ પાકિસ્તાની છે. બ્રિટનમાં રહેનારી કુલ મુસ્લિમ વસ્તી લગભગ 28 લાખ છે.


10,0000થી વધારે ગેરકાયદેસર પાકિસ્તાનીઓને પાછા મોકલ્યા:
બ્રિટને આ વર્ષે 10,000 ગેરકાયદેસર પાકિસ્તાનીઓને પાછા મોકલ્યા. છેલ્લા ઘણા સમયથી બ્રિટન તેમને પાછા મોકલવા માટે પાકિસ્તાન પર દબાણ કરી રહ્યું હતું. ઓગસ્ટ 2022માં બ્રિટનની તત્કાલીન ગૃહમંત્રી પ્રીતિ પટેલે કડક વલણ અપનાવીને તે કાર્યવાહીને અંજામ આપ્યો. બ્રિટિશ ગુપ્તચર વિભાગ ત્યાં રહેનારા ગેરકાયદેસર પાકિસ્તાનીઓને તપાસ કરી રહી છે. બ્રિટનમાં ગેરકાયદેસર રીતે રહેનારા પાકિસ્તાની લોકો ત્યાં રહેનારા અફઘાનિસ્તાન, ઈરાક, સીરિયા, મોરોક્કો, અલ્ઝીરિયાના મુસ્લિમોની સાથે ગેરકાયદેસર પ્રવૃતિઓમાં સામેલ થઈ જાય છે.