ઢાકા: બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં જુલાઇ 2016માં થયેલા આતંકવાદી હુમલા મામલે એન્ટી ટેરરિઝમ ટ્રિબ્યૂનલ આજે 7 દોષીઓને સજા સંભળાવી હતી. આ મામલે કોર્ટે 1 આરોપીને મુક્ત કર્યો હતો. ઢાકાના હોલી આર્ટિસન કેફેમાં 1 જુલાઇના રોજ આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલામાં 20 લોકોના મોત નિપજ્યા હતા. જેમાં 9 ઇટાલિયન, 7 જાપાની, એક ભારતીય, બે બાંગ્લાદેશી અને એક બાંગ્લાદેશી મૂઓળના અમેરિકન નાગરિક સામેલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મામલે કસ્ટડીમાં લેવામાં આવેલા 8 આરોપીઓ પર ગત વર્ષે આરોપ લગાવ્યા હતા અને તેમના વિરૂદ્ધ આરોપો પણ ઘડાયા હતા. 


મોતની સજા મેળવનાર 7 આરોપીઓમાં જહાંગીર આલમ ઉર્ફે રજીબ ગાંધી કેફેમાં હુમલાવરોની ભરતીકર્તા હતો. આ હુમલાની યોજના બનાવનાર અસલમ હુસૈન ઉર્ફ રાશનું નામ આવ્યું છે. તો બીજી તરફ અબ્દુસ સબૂર ખાન ઉર્ફ સોહેલ મહફૂલનું નામ છે. ફાંસી આપવામાં આવેલા બે આરોપી હદીસુર રહમાન સગોર અને રકીબુલ હસન રેગનને ધાર્મિક ઉપદેશક માનવામાં આવે છે. તો બીજી તરફ ઇસ્લામ ખાલિદ અને મામૂનુર રશીદ રિપન છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube