ફ્રાન્સ દ્વારા પ્રથમ રાફેલ વિમાન ઔપચારિક રીતે રાજનાથ સિંહને સોંપાયું
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ વિજયાદશમીના શુભ પ્રસંગે ફ્રાન્સની રાજધાની પેરિસમાં ભારતીય પરંપરા અનુસાર રાફેલ(Rafael)ની શસ્ત્રપૂજા કરશે. વિધિવત પૂજા કર્યા પછી સંરક્ષણ મંત્રી ફ્રાન્સની કંપની દસો પાસેથી ખરીદેલા યુદ્ધ વિમાન રાફેલ (Rafael)નું અધિગ્રહણ કરશે અને વિમાનમાં ઉડાન પણ ભરશે.
પેરિસઃ ભારતીય વાયુસેનાને થોડી વારમાં પ્રથમ રાફેલ(Rafael) યુદ્ધ વિમાન મળશે. ભારતના ગૃહમંત્રી રાજનાથ સિંહ તેની પ્રથમ ડિલિવરી લેવા માટે ફ્રાન્સ પહોંચ્યા છે. રાજનાથ સિંહ ફ્રાન્સની વાયુસેનાના પ્લેનમાં બેસીને રાફેલ વિમાનની ફેક્ટરીમાં પહોંચ્યા છે. તેમણે અહીં ફેક્ટરીની મુલાકાત લીધી હતી. ફ્રાન્સ દ્વારા ઔપચારિક રીતે પ્રથમ રાફેલ વિમાન ભારતના સંરક્ષણ મંત્રી સિંહને સોંપવામાં આવ્યું છે.
વિમાન ગ્રહણ કરતાં પહેલાં રાજનાથ સિંહે રાફેલ વિમાનની શસ્ત્રપૂજા કરી હતી અને ત્યાર પછી ટૂંકુ ભાષણ આપ્યું હતું. રાજનાથ સિંહે જણાવ્યું કે,"રાફેલની સમયસર ડિલિવરી લેતાં મને ખુબ જ આનંદ થઈ રહ્યો છે. તેનાથી ભારતની વાયુસેનાની શક્તિમાં વધારો થશે. હું ઈચ્છું છું કે બંને લોકશાહી દેશમાં ભવિષ્યમાં તમામ ક્ષેત્રે સહકાર આગળ વધે. ભારતમાં આજે દશેરા કે જેને વિજાયદશમી પણ કહે છે તેની ઉજવણી કરવામાં આવી રહી છે. દશેરાનું પર્વ દુશ્મન પર વિજયનું પર્વ છે. સાથે જ આજે ભારતનો 87મો વાયુસેના દિવસ છે. આથી, આજનો દિવસ અનેક રીતે યાદગાર બની રહેશે."
આજે ભારતને મળશે પ્રથમ રાફેલ જેટ, દુશ્મનના ભૂક્કા બોલાવી દે તેવા વિમાનની જાણો ખાસિયતો
ભારતને મળનારા રાફેલ જેટમાં હશે આ 6 ફેરફાર
1. ઈઝરાયેલી હેલમેટ માઉન્ટેડ ડિસ્પલે
2. રડાર વોર્નિંગ રિસિવર્સ
3. લો બેન્ડ જેમર્સ
4. 10 કલાકનો ફ્લાઈટ ડેટા રેકોર્ડિંગ સિસ્ટમ
5. ઈન્ફ્રા રેડ સર્ચ
6. ટ્રેકિંગ સિસ્ટમ
પાકિસ્તાન પાસે આવું કોઈ વિમાન નથી
કહેવાય છે કે ભારતીય વાયુસેનાના કાફલામાં રાફેલ વિમાન સામેલ થવાથી દેશની વ્યુહાત્મક તાકાત અનેક ઘણી વધશે અને દક્ષિણ એશિયામાં જ્યાં પાકિસ્તાનનું વર્તન હંમેશા શત્રુ દેશ તરીકેનો રહ્યો છે ત્યારે તે આંખ ઉઠાવવાની પણ હવે હિંમત કરશે નહીં. રક્ષા વિશેષજ્ઞોનું માનીએ તો રાફેલની સરખામણીએ પાકિસ્તાન પાસે એક પણ વિમાન તેની સામે ટકી શકે તેમ નથી. ફ્રાન્સ, ઈજિપ્ત અને કતાર બાદ ભારત એ ચોથો દેશ હશે જેની પાસે રાફેલ વિમાનની શક્તિ હશે.
જુઓ LIVE TV....