ઢાકાઃ પાકિસ્તાન બાદ બાંગ્લાદેશમાં એકવાર ફરી અલ્પસંખ્યક હિન્દુ સમુદાય પર હુમલો થયો છે. આ દરમિયાન મંદિરોને નિશાન બનાવવામાં આવ્યા છે. આ સિવાય હિન્દુઓના 100 ઘરોને આગના હવાલે કરી દેવામાં આવ્યા અને લૂટફાટ કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણવા મળી રહ્યું છે કે શનિવાર એટલે કે 7 ઓગસ્ટે બાંગ્લાદેશમાં કેટલાક કટ્ટરપંથીઓએ અલ્પસંખ્યક હિન્દુ સમુદાયના ઘણા ઘરો, દુકાનો પર હુમલો કરવામાં આવ્યો અને ચાર મંદિરોમાં તોડફોડ કરી છે. આ ઘટના બાંગ્લાદેશના ખુલના જિલ્લાના રૂપશાના શિયાલી ગામની છે. બાંગ્લાદેશ હિન્દુ યુનિટી કાઉન્સિલે પોતાના પોતાના ટ્વિટર હેન્ડલ પર કટ્ટરપંથી ઇસ્લામિક આતંકીઓ દ્વારા મંદિરમાં તોડફોડની કેટલીક તસવીરો શેર કરવામાં આવી છે. આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. તો મંદિરો પર હુમલો કરવાના આરોપમાં છ લોકોની ધરપકડ કરવામાં આવી છે. 


આ પણ વાંચો- પાકિસ્તાન: ક્વેટા યુનિટી ચોક પાસે મોટો ધડાકો, 2 પોલીસકર્મીઓના મોત, 13 ઘાયલ


મારપીટમાં 30થી વધુ લોકો ગંભીર રૂપથી ઈજાગ્રસ્ત થયા છે, જેની સારવાર સદર હોસ્પિટલમાં ચાલી રહી છે. બાંગ્લાદેશની ઘણી ન્યૂઝ વેબસાઇટે પણ આ ઘટના વિશે જાણકારી આપી છે. ઢાકા ટ્રિબ્યૂનના સમાચાર પ્રમાણે આ ઘટનામાં અત્યાર સુધી 10 લોકોની ધરપકડ થઈ છે અને પોલીસે સ્થિતિને નિયંત્રણમાં લઈ લીધી છે. 


શું છે ઘટના
પૂજા પરિષદના નેતાઓ પ્રમાણે શુક્રવારે રાત્રે આશરે નવ કલાકે મહિલા શ્રદ્ધાળુઓના એક સમૂહે પૂર્વ પારા મંદિરથી શિયાલી સ્મશાન ઘાટ સુધી જૂલુસ કાઢ્યુ હતું. તેમણે રસ્તામાં એક મસ્જિદ પાર કરી હતી, આ દરમિયાન ઇમામ (ઇસ્લામી મૌલવી) એ જૂલુસનો વિરોધ કર્યો હતો. ભક્તો અને મૌવલી વચ્ચે વિવાદ થયો હતો. બે સમૂહો વચ્ચે થયેલા વિવાદે તોફાનનું સ્વરૂપ લઈ લીધુ હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube