હોંગકોંગની એક ગગનચુંબી ઈમારતમાં આગ ફાટી નીકળી. એવું કહેવાય છે કે આ ઈમારત નિર્માણધીન છે. જ્યાં અડધી રાતે આગ લાગી. ભીષણ આગની તસવીરો સોશિયલ મીડિયામાં ઝડપથી શેર થઈ રહી છે. જ્યાં ગગનચુંબી ઈમારતને આગની લપેટોમાં જોઈ શકાય છે. નિર્માણધીન ઈમારતની અંદરથી વિસ્ફોટોના અવાજ પણ આવી રહ્યા છે. ભીષણ આગમાં ઓછામાં ઓછા બે લોકો ઝૂલસી ગયા છે. જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વીડિયો ફૂટેજમાં જોઈ શકાય છે કે ભીષણ આગના કારણે સમગ્ર વિસ્તાર લાલ જોવા મળી રહ્યો છે અને અંગારા અને ભભકતા કાટમાળનો વરસાદ જોવા મળી રહ્યો છે. જેના કારણે ત્યાંના રહીશોની પરેશાની વધી  ગઈ છે. ફાયરના કર્મીઓ આગ પર કાબૂ લાવવાની કોશિશ કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ નિર્માણધીન ઈમારત 1967માં હોંગકોંગના ગવર્નર રહી ચૂકેલા ડેવિડ ટ્રેન્ચ દ્વારા ખોલવામાં આવેલા મેરિનર્સ ક્લબની જૂની જગ્યા છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube