નવી દિલ્હીઃ આ દિવસોમાં જાહેરાતને લઈને દુનિયાભરમાં વિરોધના સમાચાર સામે આવી રહ્યાં છે. પાછલા દિવસોમાં જ્યાં એક તરફ ઈરાનના મૌલવીયોએ આઈસક્રીમ ખાતી એક મહિલાની જાહેરાત પર પ્રતિબંધ લગાવી દીધો હતો. હવે દક્ષિણ કોરિયામાંથી એક એવી જાહેરાત સામે આવી છે, જેના પર બબાલ મચી ગઈ છે. આ બધુ ત્યારે થયું જ્યારે એક મહિલાએ લસણની જાહેરાતમાં કંઈક એવું કર્યું કે કિસાનો ભડકી ગયા અને સંગઠનોએ વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધુ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લસણની ક્વોલિટી દેખાડવા આવી જાહેરાત
હકીકતમાં આ મામલો દક્ષિણ કોરિયાનો છે. ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટ પ્રમાણે આ જાહેરાતનો મુખ્ય ઉદેશ્ય લસણની ક્વોલિટી જણાવવાનો હતો, પરંતુ હવે તે અન્ય કારણોને લીધે ચર્ચામાં છે. જાહેરાતમાં એક મહિલા મોટા આકારના લસણની સાથે હતી અને તેની સાથે એક વ્યક્તિ જોવા મળી રહ્યો છે. મહિલા પર આરોપ છે કે તેણે આ જાહેરાત દ્વારા અશ્લીલતા ફેલાવી છે. 


ભડકેલા કિસાન સંગઠનોએ કરી કાર્યવાહીની માંગ
આ જાહેરાતને યૂટ્યૂબ પર પણ અપલોડ કરવામાં આવી છે. વીડિયોમાં એક મહિલા લસણનું માસ્ક લગાવેલા એક વ્યક્તિની સાથે જોવા મળે છે. ત્યારબાદ લસણની ક્વોલિટી જણાવતા મહિલા 'વેરી થિક' અને 'હાર્ડ' જેવા શબ્દોનો ઉપયોગ કરે છે. રિપોર્ટ પ્રમાણે ઘણા કિસાન સંગઠનોએ કહ્યું કે આ જાહેરાતમાં એગ્રીકલ્ચરલ પ્રોડક્ટને એક સેલ્શુઅલ ઓબ્જેક્ટની રીતે રજૂ કરવામાં આવી છે. 


તાઈવાન મુદ્દે અચાનક નરમ કેમ પડ્યું ચીન? આ નિર્ણય લઈને બધાને ચોંકાવી દીધા


આ મામલે વિવાધ વધ્યા બાદ જાહેરાતને પરત લેવામાં આવી છે. સરકાર સાથે જોડાયેલ સ્થાનીક જિલ્લા તંત્રના અધિકારીઓએ જણાવ્યું કે આ જાહેરાતને યૂટ્યૂબ ચેનલ અને બીજા માધ્યમોમાંથી હટાવી દેવામાં આવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube