ઝી બ્યૂરો, અમદાવાદઃ 'Horn Ok Please' આ એક એવી લાઈન છે,જે મોટા ભાગે તમે ટ્રકની પાછળ જ લખેલી હોય છે. તેનો અર્થ એ માનવામાં આવે છે કે જ્યારે પણ તમે ઓવરટેક કરો ત્યારે હોર્ન ચોક્કસ વગાડો. પરંતુ તેમાં હોર્ન પ્લીઝથી આ સંદેશ સ્પષ્ટ થઈ જાય છે. તો પછી Ok કેમ લખવામાં આવે છે. આ ટ્રક પર Horn અને Pleaseની વચ્ચે Ok લખેલું હોય છે. એવામાં સવાલ એ છે કે આખરે આ શબ્દ કેમ લખવામાં આવે છે. જો તમે પણ આ Okનો અર્થ જાણવા માગો છો તો અમે તમને તેની પાછળનું કારણ જણાવીશું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે Ok શબ્દનો અર્થ:
આ Ok શબ્દનો કોઈ વિશેષ કે સ્પેસિફિક અર્થ સમજાતો નથી. પરંતુ તેમાં Okની પાછળ અનેક થિયરી છે. તેમાં અલગ-અલગ સ્ટડીમાં આ Okના અર્થનો અંદાજ લગાવવામાં આવ્યો છે. એવામાં જાણીએ કે તે થિયરી શું છે અને કઈ રીતે તેને પરિભાષિત કરવામાં આવ્યું છે.


થિયરી નંબર-1:
એક થિયરીમાં કહેવામાં આવ્યું છે કે પહેલાં તમે કોઈ ટ્રકને ઓવરટેક કરવા માટે હોર્ન મારો છો. અને તે સાઈડ જોયા પછી લાઈટ કે ઈન્ડિકેટર આપીને તમે ઓવરટેક માટે હા કરો છો. અને સાઈડ આપો છો. આ પ્રોસેસને Ok માનવામાં આવી છે. એટલે પહેલાં તમે હોર્ન મારો, પછી તેને સહમતિ આપો અને ફરી જાઓ.


થિયરી નંબર-2:
આ ઘણો જૂનો કન્સેપ્ટ છે અને ટ્રકની પાછળ Ok લખવાની શરૂઆત બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન થઈ છે. જોકે તે સમયે ટ્રક કેરોસીનથી ચાલતા હતા.  એવામાં On Kerosene લખવામાં આવતું હતું. અને તેનાથી જ Okની શરૂઆત થઈ. કેરોસીન ઘણો જ્વલનશીલ પદાર્થ છે. આથી ટ્રકથી દૂર રહેવાની ચેતવણીના રૂપમાં Ok લખવામાં આવતું હતું. એવામાં તે સમયથી વચ્ચે Ok અને Horn pleaseને બંને બાજુ લખવામાં આવે છે.


Corona Crisis: લોકડાઉનમાં જ્યારે શાળાઓ બંધ હોય તો કેટલી ફી ભરવી પડશે? સુપ્રીમ કોર્ટે આપ્યો આ ચુકાદો


Mahoba: જબરી હોશિયાર દુલ્હન, છેલ્લી ઘડીએ એક એવી ટ્રિક વાપરીને દુલ્હેરાજાનું જુઠ્ઠાણું બહાર પાડ્યુ, લગ્ન ફોક


સ્ટડીમાં દાવો: Covid-19 ને હરાવ્યા બાદ પણ અનેક મહિના પછી કોરોનાથી થઈ શકે છે મોત


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube