Horrific dolls Children's dolls on Beach: બાળકોને રમકડાંથી રમવું ખુબ ગમતું હોય છે. એમા પણ બાળકીઓને તો ઢીંગલી અતિશય વ્હાલી હોય છે. પરંતુ  હાલ અમેરિકાના ટેક્સાસના બીચ પર કઈક એવું થઈ રહ્યું છે જેને જોઈને વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા. વાત જાણે એમ છે કે ટેક્સાસમાં કેટલાક વૈજ્ઞાનિકો બીચ પર ફરવા માટે ગયા હતા. તેમને અચાનક ડરામણી ઢીંગલીઓ જોવા મળી. જેને જોઈને તેઓ સ્તબ્ધ થઈ ગયા. આ ઢીંગલીઓ વિશે તેમણે સોશિયલ મીડિયામાં પોતાનો અનુભવ પણ શેર કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સમગ્ર મામલો હાલ ચર્ચાના ચગડોળે ચડ્યો છે. ડેઈલી સ્ટારમાં છપાયેલા અહેવાલ મુજબ ટેક્સાસમાં કેટલાક વૈજ્ઞાનિકો જ્યારે બીચ પર ફરવા માટે ગયા તો તેમને આમ તેમ કેટલીક ઢીંગલીઓ પડેલી જોઈ. સોશિયલ મીડિયા પર અનુભવ પણ શેર કર્યો. યુનિવર્સિટી ઓફ ટેક્સાસ મરીન સાયન્સ ઈન્સ્ટિટ્યૂટના પ્રોફેસર જેસ ટનલે ડેઈલી સ્ટારને જણાવ્યું કે તેઓ અઠવાડિયામાં બે વાર ગોલ્ફ કોસ્ટ બીચ જતા હોય છે અને ત્યાં તેમને છેલ્લા કેટલાક સમયથી આવી ડરામણી ઢીંગલીઓ જોવા મળી રહી છે. 


વૈજ્ઞાનિકોને નવાઈ એ લાગી રહી છે કે આખરે સમુદ્રમાં આટલી બધી ઢીંગલીઓ એક સાથે કિનારા પર કેવી રીતે પહોંચી રહી છે અને જો તે વહીને ન આવતી હોય તો પછી આ ઢીંગલીઓને કોણ છોડીને જાય છે? અત્યાર સુધીમાં તેમને આવી 30થી વધુ ઢીંગલીઓ મળી છે. તેમના જણાવ્યા મુજબ સૌથી પહેલી ઢીંગલી 2021 જાન્યુઆરીમાં મળી આવી હતી. જે એક એડલ્ટ ડોલ હતી. પરંતુ તે સમયે તે ડોલનું ફક્ત માથું મળ્યું હતું. ચોંકાવનારી વાત એ હતી કે તે ઢીંગલીનું માથું ખરીદવા માટે એક વ્યક્તિએ 2600 રૂપિયા ખર્ચ્યા હતા. વૈજ્ઞાનિકોએ જો કે તે પૈસા સમુદ્રમાં રેસ્ક્યૂ પ્રોગ્રામ માટે દાન કર્યા હતા. 


વૈજ્ઞાનિકોએ કહ્યું કે લોકોમાં આ પ્રકારે મળી આવતી ઢીંગલીઓ વિશે ઉત્સુકતા હોય છે. તેમની ઈન્સ્ટિટ્યૂટના રિસર્ચ મુજબ મિસિસિપી અને ફ્લોરિડાની સરખામણીમાં ટેક્સાસમાં વધુ કચરો સમુદ્રની બહાર વહીને જાય છે. 


Kili Paul: જેમના ટેલેન્ટથી PM મોદી પણ થયા હતા ઈમ્પ્રેસ, તે કિલી પોલ પર જીવલેણ હુમલો


Russia Ukraine War: પશ્ચિમી દેશોના પ્રતિબંધો પર રશિયાએ કર્યો પલટવાર, આ 4 દેશ પર કરી કાર્યવાહી


વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube