નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલતા ખૂની સંઘર્ષ બાદ તાલિબાને આખરે સત્તા મેળવી લીધી. લગભગ 20 વર્ષ બાદ ફરીથી અફઘાનિસ્તાનમાં તાલિબાનની હકુમત ચાલશે. તાલિબાનીઓની સત્તાનો દોર કેવો રહેશે તે તો આવનારો સમય જ જણાવશે. પરંતુ જે પ્રકારે તાલિબાને અફઘાનિસ્તાન પર કબ્જો જમાવ્યો છે તેની પૂરપાટ ઝડપથી આખી દુનિયા ચોંકી છે. આ સાથે જ સવાલ ઉઠી રહ્યો છે કે આખરે અફઘાનિસ્તાનની સેના મુઠ્ઠીભર તાલિબાનીઓ સામે આટલી લાચારીથી નતમસ્તક કેમ થઈ ગઈ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમેરિકાએ અફઘાનિસ્તાનને 'દગો' કર્યો
2001માં અફઘાનિસ્તાનથી તાલિબાનીઓનું રાજ ખતમ કરનારા અમેરિકાએ લગભગ 20 વર્ષ સુધી અફઘાનિસ્તાનમાં પોતાની મરજી ચલાવી. ત્યાંના સૈનિકોને તાલિમ આપવાની મોટા સ્તરે  કવાયત પણ કરી. તાલિબાનીઓની સાથે આખી દુનિયાને ખબર હતી કે જ્યાં સુધી અફઘાનિસ્તાનમાં અમેરિકી સૈનિકો છે ત્યાં સુધી તાલિબાનનું રાજ આવવું મુશ્કેલ છે. 


પરંતુ આ બધા વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને અફઘાનિસ્તાનથી 31 ઓગસ્ટ સુધીમાં પોતાના તમામ સૈનિકોને પાછા બોલાવવાની જાહેરાત કરી દીધી. ત્યારબાદ તો તાલિબાનીઓનો જુસ્સો બુલંદ થવા લાગ્યો. 


જો કે ટ્રમ્પ સરકારે આ અગાઉ ફેબ્રુઆરી 2020માં દોહા ડીલ સમયે તાલિબાન સાથે સમજૂતિ કરી લીધી હતી. પરંતુ હવે સવાલ એ ઉઠે છે કે આખરે જે અફઘાનિસ્તાન સૈનિકોને અમેરિકાએ આટલી ટ્રેનિંગ આપી તેઓ આટલી જલદી કેમ હાર સ્વીકારી ગયા. તેના અનેક કારણ છે. 


Afghanistan Crisis : કાબુલમાં સ્થિતિ વણસતા ભારત સરકાર અલર્ટ, લોકોને બહાર કાઢવા માટે લીધુ આ મોટું પગલું


અફઘાન સૈનિકોએ મન વગર લડાઈ લડી
મીડિયા રિપોર્ટ્સ મુજબ અફઘાનિસ્તાનના ભ્રષ્ટ નેતાઓ અને સરકાર માટે લડવા માટે ત્યાં સૈનિકો વચ્ચે કોઈ પ્રેરણા નહતી. જવાનોને યોગ્ય રીતે ભોજન પણ મળતું નહતું. 


Afghanistan: અશરફ ગનીએ કેમ તાબડતોબ છોડી દીધુ અફઘાનિસ્તાન, આપ્યું આ કારણ


ચોંકાવનારા આંકડા
અફઘાનિસ્તાનમાં કાગળ પર 3,50,000 સૈનિકો હતા. આટલી મોટી સંખ્યા તાલિબાનને હરાવવા માટે પૂરતી હતી પરંતુ એવું બન્યું નહીં. કહેવાય છે કે તાલિબાન સાથે સંઘર્ષ શરૂ  થયા બાદ 2,50,000 અફઘાન સૈનિકો જ સેવામાં હતા. મોટાભાગના લોકોએ ગોળા બારૂદ અને ખાણીપીણીનો સામાન ખતમ થયા બાદ સરન્ડર કરી દીધુ હતું. અનેક રિપોર્ટ્સ મુજબ સૈનિકો મહિનાઓથી સેલરી વગર  કામ કરતા હતા. 


Afghanistan ની ભયાનક સ્થિતિ દર્શાવતા આ Photos....અઠવાડિયામાં ક્યાંથી ક્યાં પહોંચી ગયું અફઘાનિસ્તાન


બીજા પર નિર્ભર રહ્યું અફઘાનિસ્તાન
અફઘાનિસ્તાનની સેનાની હારનું એક મોટું કારણ એ રહ્યું કે તેમની આખી મશીનરી જ બીજા પર નિર્ભર રહી. એટલે સુધી કે અફઘાનિસ્તાનની વાયુસેના પણ સંપૂર્ણ રીતે બહારના કોન્ટ્રાક્ટ પર આધારિત હતી. જે લડાઈ શરૂ થતા જ નીકળી ગઈ. જેના કરાણે તાલિબાન સામેની જંગમાં અફઘાન સૈનિકો એકલા પડી ગયા. 


જો કે અફઘાનિસ્તાન સંપૂર્ણ રીતે અમેરિકાની મદદ પર નિર્ભર રહ્યું. પરંતુ બાઈડેને થોડા સમય પહેલા જ એવું નિવેદન આપ્યું કે આ લડાઈ અફઘાનિસ્તાને પોતે જ લડવી પડશે. અમારે ત્યાં રહેવાનું અને સમય પસાર કરવાનો કોઈ મતલબ નથી. સૈનિકોને બોલાવવા બદલ દુનિયાભરમાં રાષ્ટ્રપતિ બાઈડેનની આકરી ટીકા પણ થઈ રહી છે. કહેવાય છે કે અમેરિકાએ 20 વર્ષ સુધી જે લડાઈ લડી, તેનું કોઈ પરિણામ નીકળ્યું નહીં અને અફઘાનોને મધ દરિયે છોડીને નીકળી ગયા.