ઝી બ્યુરો/નવી દિલ્હી: ખાલિસ્તાની આતંકીઓ અને સમર્થકોને પંપાળતી કેનેડાની સરકાર હવે ધીમે ધીમે એક્શનમાં આવી રહી છે. ભારત સહિતના દેશો તરફથી દબાણ વધતાં પ્રધાનમંત્રી ટ્રુડોએ ભારત વિરોધી તત્વો સામે કાર્યવાહીની શરૂઆત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરેન્દ્રનગરમાં વસ્તડી-ચુડાને જોડતો પુલ ધરાશાયી, ડમ્પર, 2 બાઈક પટકાયા, 4થી વધુને ઈજા


કેનેડાના બ્રિટિશ કોલંબિયા રાજ્ય છે, જ્યાં ખાલિસ્તાની આતંકીઓના હોર્ડિંગ દૂર કરવામાં આવી રહ્યા છે. ઠેર ઠેર લગાવેલા હોર્ડિંગમાં ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરને શહીદ ગણાવાયો હતો. ભારતના દૂતાવાસના અધિકારીઓ વિરુદ્ધ ઝેર ઓકવામાં આવ્યું હતું. આ પોસ્ટરના માધ્યમથી ખાલિસ્તાની સમર્થકો પોતાના દુષ્પ્રચારને ફેલાવવા માગતા હતા. આ પોસ્ટર અને બેનરો પાછળ આતંકી ગુરપતવંતસિંહ પન્નૂ છે, જે જાહેરમાં હરદીપસિંહને શહીદ ગણાવે છે અને ભારતીયો વિરુદ્ધ ઝેર ઓકે છે. 


ગુજરાતમાં આજે ક્યાં કેટલો વરસ્યો વરસાદ? આ વિસ્તારોમાં ખતરો, નાંદોદમાં આભ ફાટ્યું!


આ મુદ્દે ભારતે કેનેડા સરકારને એક્શન લેવા કહ્યું હતું. કેનેડા સરકારે તેની શરૂઆત કરી છે, જેના સાક્ષી છે દ્રશ્યો. એક આતંકવાદીના જાહેરમાં હોર્ડિંગ લગાવવામાં આવે, તે વાત કેનેડા જેવા દેશ માટે શરમજનક ગણાય, જો કે કેનેડાની સરકાર માટે સામાન્ય ભારતીયોના માનવાધિકારની જગ્યાએ ખાલિસ્તાની આતંકીઓના અધિકારની વધુ અગત્યના છે.


ઈન્દોરમાં ભારતીય બેટરોનું વાવાઝોડું, ગિલ-અય્યરની સદી, 50 ઓવરમાં ફટકાર્યા 399 રન


આતંકીઓના હોર્ડિંગ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરાઈ છે, તે બ્રિટિશ કોલંબિયા કેનેડાનું પશ્વિમી રાજ્ય છે. ભારત અને કેનેડા વચ્ચેના તાજેતરના વિવાદમાં કેન્દ્રમાં આ જ બ્રિટિશ કોલંબિયા છે. કેમ કે જૂનમાં આતંકી હરદીપસિંહ નિજ્જરની જે સર્રે શહેરમાં ગોળી મારીને હત્યા કરાઈ હતી, તે શહેર બ્રિટિશ કોલંબિયામાં જ આવેલું છે. 


મજબૂત સિસ્ટમ સર્જાઇ, મેઘરાજા ફરી ગુજરાતના આ વિસ્તારોને તરબોળ કરે તેવી ભયાનક આગાહી


ત્યારબાદ 20 સપ્ટેમ્બરે ગેંગસ્ટર સુખદુલ સિંહ ઉર્ફે સુખ્ખાની વેનકૂંવરમાં હત્યા થઈ હતી, આ શહેર પણ બ્રિટિશ કોલંબિયામાં જ છે. ત્યારે આ રાજ્યના પ્રધાનમંત્રીએ પણ કેનેડાના પીએમ જસ્ટીન ટ્રુડોના ભારત વિરોધી દાવા સામે સવાલ ઉઠાવ્યા છે. બ્રિટિશ કોલંબિયાના પ્રધાનમંત્રી ડેવિડ એબીએ કહ્યું છે કે આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યાના કેસમાં કેનેડાની પોલીસે જે પુરાવા આપ્યા છે, તે પૂરતા નથી. ટ્રુડોએ મને કહ્યું હતું કે તેઓ નિજ્જરની હત્યાના કેસમાં સંસદમાં ભાષણ આપવાના છે. મેં કેનેડા પોલીસ સાથેની બેઠકમાં એ વાત પર નારાજગી વ્યક્ત કરી હતી કે આપણી પાસે આરોપ અંગે ઠોસ પુરાવા કેમ નથી. ડેવિડ એબી વધુમાં જણાવે છે કે કેનેડાની સુરક્ષા એજન્સીઓ તરફથી મને જે માહિતી મળી છે, તેને ઓપન ઈન્ફોર્મેશન કે ઓપન સોર્સ બ્રિફિંગ કહેવાય છે. આ એ માહિતી છે જે પહેલાથી જ ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે.


અંબાજી-હડાદ રોડ પર ગમખ્વાર અકસ્માત; મુસાફર ભરેલી બસના બે ટૂકડા થયા, 40 ઈજાગ્રસ્ત


બ્રિટિશ કોલંબિયાના પ્રધાનમંત્રીનું આ નિવેદન દેખાડે છે કે જસ્ટીન ટ્રુડોએ તેમને પણ અંધારામાં રાખ્યા હતા. નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણીનો પુરાવા વિના આક્ષેપ કરીને ટ્રુડો હવે ચારેય કોરથી ઘેરાઈ ગયા છે. ટ્રુડોનો દાવો છે કે તેમણે આ વાત અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને કેનેડા સહિતના પાંચ દેશોના ફાઈવ આઈઝ નામના સંગઠનની ગુપ્તચર એજન્સીઓની મદદથી ભેગી કરી છે, પણ ટ્રુડો આ માટેના પુરાવા પણ રજૂ નથી કરી શક્યા.


શું પતિની મંજૂરી વગર પત્ની વેચી શકે છે પ્રોપર્ટી? હાઈકોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો


ફાઈવ આઈઝ એક જાસૂસી તંત્ર છે, જેમાં અમેરિકા, બ્રિટન, કનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડનો સમાવેશ થાય છે. આ તંત્ર સર્વેલન્સ અને સિગ્નલ ઈન્ટેલિજન્સ આધારિત માહિતી શેર કરે છે. આ સંગઠનમાં કેનેડાની સાથે બ્રિટન અને અમેરિકા પણ છે, ત્યારે આ બંને દેશોએ હજુ સુધી ભારત-કેનેડાના વિવાદમાં કોઈ મહત્વનું નિવેદન નથી આપ્યું. જો કે પેન્ટાગોનના પૂર્વ અધિકારી અને US એન્ટરપ્રાઈઝ ઈન્સ્ટિટ્યૂટના સીનિયર ફેલો માઈકલ રુબિને જસ્ટીન ટ્રુડોના વલણને વખોડ્યું છે. તેમણે કહ્યું છે કે ટ્રુડોએ પુરાવા વિના ભારત પર કરેલા આક્ષેપ ખોટાં છે. ટ્રુડોએ સંસદમાં નિજ્જરની હત્યા અંગે જે દાવો કર્યો હતો, તેને ભારત ફગાવી દીધો છે. કેનેડા સરકારે હજુ ખાલિસ્તાની આતંકીઓ સામે કોઈ કાર્યવાહી નથી કરી, ત્યારે ભારતે આ મોરચે કાર્યવાહીને વેગ આપ્યો છે.


આ મિસ્ટર નટવરલાલે તો ભારે કરી! પોલીસકર્મીને બાટલીમાં ઉતાર્યા, નફાની લાલચે આ રીતે...


શનિવારે નેશનલ ઈનવેસ્ટીગેશન એજન્સીએ ખાલિસ્તાની ચળવળના અગ્રણી આતંકી ગુરપતવંત સિંહ પન્નુની ચંદીગઢ અને અમૃતસર સ્થિત સંપત્તિ જપ્ત કરી છે. જેમાં તેમના પૈતૃક મકાન અને જમીનનો સમાવેશ થાય છે. પન્નૂ કેનેડામાં ભારત વિરોધી ચળવળનો મુખ્ય ચહેરો છે, ભારતે તેના વિરુદ્ધ કેનેડાને ડોઝિયર પણ સોંપ્યું છે, તેમ છતાં કેનેડા સરકાર હરકતમાં નથી આવતી. ખુદ કેનેડાનો વિપક્ષ આ મુદ્દે ટ્રુડોનો વિરોધ કરી રહ્યો છે. ભારતે કેનેડાના નાગરિકોને વિઝા આપવાનું બંધ કર્યું છે, ત્યારે આ મામલે હજુ કેનેડાએ કોઈ જવાબ નથી આપ્યો. ત્યારે જોવું એ રહેશે કે કેનેડા પોતાનું ભારત વિરોધી વલણ ક્યારે સુધારે છે.


10 લાખથી 50 લાખનો પગાર, જાણો કેનેડામાં ગુજરાતીઓ શું કામ કરે છે? કેવી રીતે મળે નોકરી