નવી દિલ્હી: સીરિયાના ઈદલિબ પ્રાંતના આંતરિયાળ ગામ બારિશામાં લોકોને શનિવારે રાતે શોરબકોર સંભળાયો. થોડીવારમાં સ્પષ્ટ થઈ ગયું કે આ મિલેટ્રી મુવમેન્ટ છે. પરંતુ આ રોજ થતી લડાઈ નથી. પરંતુ ઓટોમેટિક ગનની દુનિયામાં દહેશત નાખનારા આઈએસના આતંકી હથિયાર પડતા મૂકી ચૂક્યા હતાં. ડેઈલી મેઈલના એક રિપોર્ટ મુજબ ઈસ્લામિક સ્ટેટના હથિયારબંધ આતંકીઓ માટે અમેરિકાનો આ સરપ્રાઈઝ એટેક ચોંકાવનારો હતો. અહીં અમેરિકી સૈનિકો હાઈ પ્રોફાઈલ આતંકી અબુ  બકર અલ બગદાદીની શોધ કરતા પહોંચ્યા હતાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દુનિયાના સૌથી ખૂંખાર આતંકીના  ખાત્માની કહાની ફિલ્મી અંદાજમાં કરાઈ હતી. એટલું જ નહીં આ ફિલ્મી કાર્યવાહી ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઈટ હાઉસમાં બેસીને જોતા હતાં. ટ્રમ્પે જણાવ્યું કે બગદાદીના ઠેકાણાને હેલિકોપ્ટરથી ઘેરી લેવાયું હતું. અમેરિકી સેનાના 70 કુશળ ડેલ્ટા કમાન્ડોઝને જમીન પર ઉતારાયા હતાં અને ત્યારબાદ બગદાદીની તે ગુફા જેવા બંકરને ઘેરી લેવાયું હતું. જેમાં છૂપાઈને તે દુનિયામાં દહેશત ફેલાવવાના પ્લાન  બનાવતો હતો. 


નિર્દોષોના ગળા કાપીને વિકૃત આનંદ લેનારા આતંકવાદી બગદાદીની કેવી હતી છેલ્લી ક્ષણો? જુઓ VIDEO


અમેરિકી સૈનિકો સાથે કૂતરા અને રોબર્ટ હતાં
અમેરિકી કમાન્ડો પાસે હથિયારો ઉપરાંત તાલિમબદ્ધ કૂતરા અને એક રોબર્ટ પણ હતાં જે કોઈ પણ પ્રકારના આત્મઘાતી હુમલાનો સામનો કરી શકે. અમેરિકી કમાન્ડોઝના બે જ હેતુ હતા, બગદાદીને પકડવો કે પછી ખાતમો કરવો. એક બાજુ સીરિયામાં કમાન્ડોઝ આ એક્શનમાં હતાં તો સાંજે ગોલ્ફ રમીને પાછા ફરેલા ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઈટ હાઉસમાં બેસીને લાઈવ સ્ટ્રિમિંગ જોઈ રહ્યાં હતાં. 


મુખ્ય દરવાજાની જગ્યાએ દીવાલને ઉડાવી
બગદાદીની ગુફાને ઘેરી લીધા બાદ પૂરી સાવધાનીથી ડેલ્ટા કમાન્ડો આગળ વધી રહ્યાં હતાં. ગુફાના દરવાજાને ખોલવામાં રિસ્ક  હતું. આશંકા હતી કે તેની આડમાં ક્યાંક ભારે ભરખમ વિસ્ફોટક લઈને ન બેઠા હોય. કમાન્ડોઝે ગુફાની એક દિવાલને જ ઉડાવી દીધી. અંદર બગદાદીની બે પત્નીઓ હતી, જેમણે કમરમાં વિસ્ફોટક બેલ્ટ પણ બાંધ્યો હતો. પરંતુ પોતાને ઉડાવ્યાં નહીં. બંને અમેરિકી કમાન્ડોઝ અને આતંકીઓ વચ્ચેના ફાયરિંગમાં મરી ગઈ. અમેરિકી સેનાએ મોટી સંખ્યામાં બગદાદીના આતંકીઓનો ખાતમો બોલાવ્યો હતો. 


બગદાદીને કહ્યું કે સરન્ડર કરો, ઘેરાઈ ગયો છે
ત્યારબાદ ગુફામાં અંધારામાં જ અમેરિકી સેના દરેક રૂમની તલાશી લઈ રહી હતી. આ બધા વચ્ચે અરબી બોલનારા એક વ્યક્તિએ બગદાદીને સરન્ડર કરવાનું કહ્યું. પરંતુ બગદાદીએ સરન્ડર કરવાની જગ્યાએ ભાગવાનો નિર્ણય લીધો. ડેલ્ટા ફોર્સે  ગુફાના દરેક ખૂણે અને ભાગી શકે તેવા દરેક રસ્તે શોધ આદરી. આ બધા વચ્ચે અમેરિકી સૈનિકોએ 11 માસૂમ બાળકોને પણ જીવતા બચાવ્યાં. ગુફામાં જીવતા બચેલા ઈસ્લામિક સ્ટેટના આતંકીઓને ખબર હતી કે હવે તેમનો સમય પૂરો થયો છે અને તેમણે સરન્ડર કરી દીધુ. 


આતંકી બગદાદીને દોડાવ્યો
એકવાર જ્યારે આખી ગુફા ખાલી થઈ ગઈ તો ફરી કમાન્ડોઝ અને તેમની સાથે રહેલા કૂતરાઓએ બગદાદીનો પીછો કરવાનું શરૂ કરી દીધુ. બગદાદી સાથે તેના 3  બાળકો પણ હતાં. સૈનિકોને ખબર હતી કે આ કપરું ટારગેટ છે આથી ધીરે ધીરે આગળ વધ્યાં અને ટ્રેઈન્ડ કૂતરા મોકલ્યાં.


જુઓ LIVE TV


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...