મે સાઈ: 23 જૂન એટલે કે 17 દિવસ પહેલા 11થી 16 વર્ષની ઉંમરના બાળકો અને તેમનો 25 વર્ષનો કોચ ઉત્તર થાઈલેન્ડની થામ લુઆંગ ગુફા જોવા અંદર ગયા અને ભારે વરસાદ અને પૂરના કારણે તેમા જ ફસાઈ ગયાં. આખી દુનિયા આ 13 લોકોના બચાવકાર્યમાં થાઈલેન્ડની મદદે આવી છે. આખરે 8 જુલાઈ રવિવારના રોજ 13 લોકોમાંથી 4 બાળકોને ગુફામાંથી બહાર કાઢવામાં સફળતા મળી છે. આ મિશન કેટલું મુશ્કેલ છે તેનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય કે બચાવકાર્યમાં જોડાયેલા એક પૂર્વ થાઈ નેવી સીલ કમાન્ડરનું ગુફાની અંદર ઓક્સિજનના અભાવે મોત નિપજ્યું. 10 કિલોમીટર લાંબી આ ગુફામાં બાળકો 4 કિમી અંદર છે. જાણો કેવી રીતે બાળકોને રેસ્ક્યુ કરાયા.... વીડિયો જોવા કરો ક્લિક- થાઈલેન્ડ: યમરાજને હરાવવા મેદાને પડ્યા 18 જાંબાઝ, ખાસ જુઓ VIDEO



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રવિવારે 13 આંતરરાષ્ટ્રીય ડાઈવર્સ અને 5 થાઈ નેવી સીલ કમાન્ડર ગુફાની અંદર ઘૂસ્યાં. ટીમમાં યુકે, યુએસ, ચીન, ઓસ્ટ્રેલિયા, જાપાન, લાઓસ અને મ્યાંમારના એક્સપર્ટ ડાઈવર્સ સામેલ છે. 


13 ડાઈવર્સમાંથી દરેક બાળકની સાથે બે ડાઈવર્સ હતાં. બાકીના ડાઈવર્સ ખતરનાક ગણાતા એક કિલોમીટરના દાયરામાં તહેનાત હતાં. 


ડાઈવર્સે પહેલા ગુફામાં દોરડા ગોઠવ્યાં હતાં જે તેમને સરળતાથી રસ્તો બતાવતા હતાં. 


બંને ડાઈવર્સે એક એક કરીને ચાર બાળકોને ચેમ્બર 3માં બનેલા પોતાના બેઝ સુધી પહોંચાડ્યાં. જે ગુફાના પ્રવેશ દ્વારથી થોડા અંતરે જ છે. 


અહેવાલો મુજબ અહીં બાળકોએ થોડીવાર માટે આરામ કર્યો અને ત્યારબાદ આગળના રસ્તો તેમણે પગે ચાલીને કાપ્યો. 


ડાઈવર્સે બાળકોને કાઢવા માટે ગાઢ અંધારામાં પાણીમાં ચાલવું પડ્યું, ક્યાંક ઉપર ચડવું પડ્યું તો ક્યાંક ડાઈવિંગ કરવી પડી. 


દરેક બાળકને બહાર કાઢવામાં ડાઈવર્સે 11 કલાકનો સમય લીધો. ડાઈવર્સે ગુફાની અંદર ક્યાંક ક્યાંક તો 3 ફૂટ પહોળા અને 2 ફૂટ લાંબા સાંકડા રસ્તામાંથી પણ પસાર થવું પડ્યું. 


ગુફાની અંદર ડાઈવર્સે T જંક્શનથી પસાર થવું પડ્યું, જે  એટલો સાંકડો છે કે ડાઈવર્સે તેમાંથી પસાર થવા માટે પોતાના એર ટેંક ઉતારવા પડ્યાં. 


એર ટેંકોને બદલવા માટે અભિયાનને 10 કલાક માટે રોકી દેવાયું. હવે પછીના તબક્કામાં લગભગ 90 ડાઈવર્સ સામેલ થસે. જેમાં 50 જેટલા વિદેશી હશે.