એટલાન્ટિંક મહાસાગરના તળિયે પડેલા ટાઈટેનિકના કાટમાળને જોવા માટે નીકળેલી ટાઈટન સબમરીનનો કાટમાળ મળ્યો છે. એવો દાવો પણ કરાયો છે કે કાટમાળ વચ્ચેથી જ માનવ અવશેષ પણ મળ્યા છે. અત્રે જણાવવાનું કે આ સબમરીનમાં કુલ પાંચ લોકો સવાર હતા. ચાર દિવસની શોધખોળ બાદ ટાઈટેનિકના કાટમાળની પાસેથી જ 12 હજાર ફૂટની ઊંડાઈએ સબમરીનનો કાટમાળ મળ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે આ કાટમાળને લઈને તપાસ કરાશે કે આખરે સબમરીનમાં વિસ્ફોટ થવાનું કારણ શું હતું. કાંઠેથી રવાના થયાના એક કલાક પછી સબમરીન સાથે સંપર્ક તૂટી ગયો હતો. અત્રે જણાવવાનું કે સબમરીન 22 ફૂટ લાંબી હતી. કોસ્ટ ગાર્ડ ચીફ જૈસન ન્યૂબેયરે કહ્યું કે ટાઈટનમાં કયા કારણથી વિસ્ફોટ થયો તે ભાળ મેળવવા માટે હજુ ઘણું કામ બાકી છે. તેને સમજવાથી એ સુનિશ્ચિત કરવામાં મદદ મળશે કે આ પ્રકારની  દુર્ઘટના ભવિષ્યમાં ન થાય. 



તેમણે કહ્યું કે જે માનવ અવશેષ મળ્યા છે તેને અમેરિકા લઈ જવાશે જ્યાં મેડિકલ પ્રોફેશનલ વિશ્લેષણ કરશે. અમેરિકા અને કેનેડાની અન્ય એજન્સીઓ પણ આ મામલે તપાસ કરવામાં લાગી છે. જાણકારી અપાઈ છે કે કાટમાળમાં મોટાભાગે નાના ટુકડાં છે. આ ઉપરાંત કેટલાક મોટા ટુકડાં પણ છે. કેટલીક  કંપનીઓ હજુ વધુ કાટમાળ શોધી રહી છે. 



એક અધિકારીએ કહ્યું કે અમારી કંપની છેલ્લા 10 દિવસથી કામ કરી રહી છે. અનેક પડકારો વચ્ચે પણ હિંમત હારી નથી. અભ્યાસ બાદ જ યોગ્ય રીતે જાણી શકાશે કે સબમરીન સાથે શું થયું હતું. અત્રે જણાવવાનું કે કંપની ઓશનગેટના સીઈઓ અને પાઈલટ પણ આ અકસ્માતમાં માર્યા ગયા. આ કંપની અમેરિકાની છે પરંતુ સબમર્સિબલ બાહામાસમાં રજિસ્ટર હતું.