South China Sea માં મોટા પાયે ગંદકી ફેલાવી રહ્યું છે ચીન, સેટેલાઈટ તસવીરોથી જોવા મળ્યા માનવ મળના ઢગલા
દુનિયાને કોરોના મહામારીમાં ધકેલનારા ચીનની વધુ એક નાપાક હરકત સામે આવી છે.
બેઈજિંગ: દુનિયાને કોરોના મહામારીમાં ધકેલનારા ચીન (China) ની વધુ એક નાપાક હરકત સામે આવી છે. એક રિપોર્ટમાં જણાવાયું છે કે ડ્રેગન સતત દક્ષિણ ચીન સાગર (South China Sea) માં પ્રદૂષણ ફેલાવી રહ્યું છે. જેમાં સૌથી વધુ માણસોનું મળ (Human Waste) અને ગટરનું ગંદુ પાણી સામેલ છે. સેટેલાઈટ તસવીરોથી ખબર પડે છે કે ચીન છેલ્લા કેટલાય વર્ષોથી આ કામ કરે છે જેના કારણે સમુદ્રી જીવોના અસ્તિત્વ સામે જોખમ ઊભું થયું છે.
5 વર્ષની તસવીરોનું વિશ્લેષણ
રિપોર્ટ મુજબ ચીન દ્વારા ફેલાવવામાં આવતી ગંદકીથી ખતરનાક એલ્ગન બ્લૂમ ઉછરી રહ્યા છે જે સમુદ્રી જીવોને નકારાત્મક રીતે પ્રભાવિત કરી રહ્યા છે. સેટેલાઈટ તસવીરોના વિશ્લેષણ માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેક્નોલોજી બનાવનારી સોફ્ટવેર કંપની સિમ્યુલેરિટી ઈંક(Simularity Inc) ના પ્રમુખ લિઝ ડેર(Liz Derr) એ જણાવ્યું કે તેમની ટીમે પાંચ વર્ષની સેટેલાઈટ તસવીરોનું વિશ્લેષણ કર્યું. જેમાં જાણવા મળ્યું કે ચીન મોટા પાયે દક્ષિણ ચીન સાગરને ગંદુ કરી રહ્યું છે.
Chinese Ships ડેરો જમાવીને બેઠા
લિઝ ડેરે જણાવ્યું કે ડ્રેગન સમુદ્રમાં માનવ મળ સાથે ગટરના ગંદા પાણીને પણ ઠાલવી રહ્યું છે. ગત 17 જૂને એટોલમાં ઓછામાં ઓછા 236 ચીની જહાજો જોવા મલ્યા જે ગંદકી ફેંકવા આવ્યા હતા. સેંકડો જહાજ જે સ્ટ્રેટલીમાં લંગર નાખીને બેઠા છે તે પણ ત્યાં કબ્જો જમાવી ગંદકી સમુદ્રમાં ઠાલવી રહ્યા છે. તેમણે કહ્યું કે જ્યારે જહાજ ચાલતા નથી ત્યારે ત્યાં મળનો ઢગલો જામી જાય છે. તેનાથી ખબર પડી જાય છે ચીને કેટલા મોટા પાયે સમુદ્રને ગંદુ કરી રહ્યું છે.
Philippine નોંધાવશે વિરોધ
આ રિપોર્ટ પર ચીનની હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી. જો કે અગાઉ ચીની અધિકારીઓએ કહ્યું હતું કે તેઓ દક્ષિણ ચીન સાગર પ્રત્યે સજાગ છે અને વિસ્તારમાં જળજીવોના સંરક્ષણ માટે અનેક પગલાં લેવાયા છે. જ્યારે ફિલિપાઈન્સના વિદેશ મામલાના વિભાગે કહ્યું કે તે ચીનનો વિરોધ કરશે પરંતુ તે પહેલા તે પોતે આ રિપોર્ટની ખાતરી કરવા ઈચ્છશે. અત્રે જણાવવાનું કે દક્ષિણ ચીન સાગર પર શરૂઆતથી વિવાદ રહેલો છે. જેના કારણે અન્ય દેશ ત્યાં વધુ એક્ટિવ નથી. જેનો ફાયદો ઉઠાવીને ચીન ત્યાં પ્રદૂષણ ફેલાવી રહ્યું છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે જો ચીન સુધરશે નહીં તો સમગ્ર વિસ્તારનું પાણી ખુબ ઝેરીલુ બની જશે જેના કારણે ત્યાં જળજીવોનું અસ્તિત્વ મટી જશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube