US: ફ્લોરિડામાં માઇકલ વાવાઝોડાનો આંતક, એકનું મોત
રાજધાની તલ્લાહસ્સીના પશ્ચિમમાં ગેડ્સડેન કાઉન્ટીના એક અધિકારીએ આ જાણકારી આપી છે. માઇકલ નામના આ વાવાઝોડાના કારણે થયેલું એકનું મોત સત્તાવાર પુષ્ટી કરવામાં આવી છે.
પનામા સિટી: ફ્લોરિડામાં માઇકલ વાવાઝોડાના કારણે એક વ્યક્તિનું મોત થયું છે. પ્રાંતીય રાજધાની તલ્લાહસ્સીના પશ્ચિમમાં ગેડ્સડેન કાઉન્ટીના એક અધિકારીએ આ જાણકારી આપી છે. માઇકલ નામના આ વાવાઝોડાના કારણે થયેલું એકનું મોત સત્તાવાર પુષ્ટી કરવામાં આવી છે.
ગેડ્સડેન કાઉન્ટી બોર્ડ ઓફ કાઉન્ટી કમિશ્નર્સના જાહેર માહિતી અધિકારી ઓલીવિયા સ્મિથે તેની પુષ્ટિ કરી છે. આ તોફાનના કારણે ઇમારતોને નુકસાનના પણ સમાચાર આવ્યા છે. પરંતુ સ્મિથ પીડિતના વિષય પર કોઇ વિસ્તૃત જાણકારી આપી શક્યા ન હતા. સ્મિથના અનુસાર હાલ ઇમર્જન્સી કર્મચારીઓ માટે સ્થિતિ ખરાબ છે.
તમણે કહ્યું કે, અમે અમારા ઇમર્જન્સી કર્મચારીઓને મોકલવાના નિર્ણયને લઇને ખુબ સતર્ક છે. આમ તો આ શક્તિશાળી હરિકેન 'માઇકલ' ચોથા વર્ગમાં રાખવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ તોફાન એટલું ખતરનાખ હતું કે ઘણી જગ્યાએ ઝાડ પડી ગયા અને તે વિસ્તારોમાં વિજળી પણ પ્રભાવિત થઇ હતી.
તોફાન માઇકલ બુધવારે ફ્લોરિડાના તટ પર પહોંચ્યું અને આ ગત 100 વર્ષમાં વધારે સમયમાં આ દક્ષિણ અમેરિકન રાજ્યમાં જોવા મળતું સૌથી ભયાનક તોફાન માનવામાં આવે છે. અધિકારીઓએ ચેતાવણી આપી છે કે આ ઘણો આંતક ફેલાવી શકે છે.
રાષ્ટ્રપતિ ડોનાલ ટ્રંપે પણ ફ્લોરિડા રાજ્યમાં કટોકટીની સ્થિતિની જાહેરાત કરી છે. સાથે રાહત અભિયાન માટે ફેડરલ ભંડોળ જાહેર કર્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે ગત અઠવાડીએ ટ્વિટ કરી ફ્લોરિડા તટની આસપાસ રહેતા લોકોને આ ભયાનક તોફાનની તૈયારીથી સાવધાન રહેવાનું કહ્યું હતું.
(ઇનપુટ ભાષા)