Relationship: અહીં પતિ અને પત્ની એકસાથે સૂઈ જતા નથી, કારણ જાણીને દંગ રહી જશો
Relationship Tips: લગ્ન બાદ પતિ પત્ની જો અલગ અલગ સૂઈ જાય તો તમને સાંભળવામાં અજીબ લાગે. કારણ કે પ્રેમનું છેલ્લું પગથિયું લગ્ન હોય છે. લગ્ન બાદ પતિ પત્નીનું જીવન પહેલા કરતા અલગ હોય છે. પરંતુ આજે અમે તમને એક એવી વાત જણાવીશું કે તમને જાણીને નવાઈ લાગશે. કારણ કે ભારતમાં લગ્નનો અર્થ હોય છે કે પતિ અને પત્ની એક બેડ પર જ સૂઈ જાય. જો તેઓ અલગ સૂઈ જાય તો માની લેવામાં આવે છે કે બંનેમાં બનતું નથી અને તેમના સંબંધમાં ખટાશ આવી ગઈ છે.
Relationship Tips: લગ્ન બાદ પતિ પત્ની જો અલગ અલગ સૂઈ જાય તો તમને સાંભળવામાં અજીબ લાગે. કારણ કે પ્રેમનું છેલ્લું પગથિયું લગ્ન હોય છે. લગ્ન બાદ પતિ પત્નીનું જીવન પહેલા કરતા અલગ હોય છે. પરંતુ આજે અમે તમને એક એવી વાત જણાવીશું કે તમને જાણીને નવાઈ લાગશે. કારણ કે ભારતમાં લગ્નનો અર્થ હોય છે કે પતિ અને પત્ની એક બેડ પર જ સૂઈ જાય. જો તેઓ અલગ સૂઈ જાય તો માની લેવામાં આવે છે કે બંનેમાં બનતું નથી અને તેમના સંબંધમાં ખટાશ આવી ગઈ છે. પરંતુ આ દેશમાં તો પતિ અને પત્ની હંમેશા લગ્ન બાદ પણ અલગ અલગ રૂમમાં જ સૂઈ જાય છે.
અમે જે દેશની વાત કરી રહ્યા છે તે જાપાન છે. જો તમને એવું લાગતું હોય કે જાપાનમાં પતિ અને પત્ની એકબીજાની ચિંતા કરતા નથી તો બિલકુલ ખોટું છે. જાપાનમાં કપલ એકબીજાની સારી ઊંઘની ચિંતા કરે છે. આ સાથે જ તેમના જીવન વિશે પણ સારું વિચારે છે. તેઓ એકબીજાની ઊંઘ ખરાબ કરવા માંગતા નથી. આ કારણે બંને અલગ અલગ સૂઈ જાય છે. એક બીજાને પૂરતી ઊંઘ લેવા માટે પૂરેપૂરો સમય આપે છે. કારણ કે તેમને ખબર છે કે સારી ઊંઘ ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ માટે ખુબ જરૂરી છે.
બાળકો માતા સાથે સૂઈ જાય
જાપાનમાં એક ખાસ બાબત એ છે કે અહીં બાળકો હંમેશા તેમની માતા સાથે સૂઈ જાય છે. કારણ કે એવું માનવામાં આવે છે કે માતા સાથે અચાનક થતા મોતના રિસ્કને બાળકો ઓછું કરે છે. આ સાથે જ બાળકોના હ્રદયના ધબકારા પણ તેનાથી રેગ્યુલેટ થાય છે. અહીં પિતા પોતે નક્કી કરી શકે છે કે માતા બાળકો સાથે સૂઈ જશે કે અલગ. પરંતુ આ નિર્ણયથી બંનેની ઊંઘમાં કોઈ ખલેલ પડવી જોઈએ નહીં.
PM મોદીએ કરી 'મન કી બાત', દીવ અને 'સૌરાષ્ટ્રી તમિલ'નો ખાસ કર્યો ઉલ્લખ
ઘરેલુ કામ નથી આવડતું! 'સાસુ જો વહુને પરફેક્ટ થવાનું કહે તો તે ક્રુરતા ગણાય નહીં'
બેડરૂમમાંથી આવતો હતો સાપના ફૂંફાડા જેવો અવાજ, સત્ય સામે આવ્યું તો મહિલા શરમથી લાલચોળ
અલગ સૂઈ જવા પાછળનું આ કારણ
જાપાનમાં અલગ થવાનો અર્થ છે કે તેમને સંપૂર્ણ રીતે શાંતિ જોઈએ છે. ભલે દુનિયામાં લોકો શું વિચારે પરંતુ પતિ અને પત્નીને એ વાત સારી રીતે ખબર હોય છે કે સારી ઊંઘ લેવાથી જ શરીર ફીટ રહેશે. જાપાનીઓ નથી ઈચ્છતા કે તેમનું રૂમમાં હોવું એ તેમના પાર્ટનરની ઊંઘમાં ખલેલ પાડે. આ કારણે તેઓ પોતે જ અલગ રહે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube