નવી દિલ્હીઃ કોઈપણ સંબંધની મજબૂતી માટે પરસ્પર વિશ્વાસ એ સૌથી વધારે જરૂરી છે, પતિ-પત્નીના સંબંધોના નાજુક ડોરમાં શંકાનો કીડો સળવળે તો આ વિશ્વાસ પળભરમાં તૂટી જાય છે. આજના સમયમાં લોકો આ અહમિયતને ભૂલી રહ્યાં છે. જેના કારણે સંબંધો બને છે ઓછા અને તૂટે છે વધુ. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં મહિલાએ એક મહિલાને એટલી બધી ધીબી નાખી હતી કે તેણે પોલીસને બોલાવવી પડી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોઈપણ સંબંધમાં વિશ્વાસ એ એક મોટું પરિબળ છે. ખાસ કરીને જો પતિ-પત્ની વચ્ચે સારો સંબંધ હોય તો બંને તરફથી વિશ્વાસનું બંધન મજબૂત હોવું જોઈએ કારણ કે એક શંકા તમારા જીવનભરનો વિશ્વાસ ક્ષણભરમાં ખતમ કરી શકે છે. દાંપત્ય જીવનમાં જો પતિ-પત્ની વચ્ચે પરસ્પર તાલમેલની સાથે વિશ્વાસ ન હોય તો સંબંધ તૂટતાં વધુ સમય નથી લાગતો… પરંતુ બદલાતા સમયમાં લોકો સંબંધોમાં વિશ્વાસનું મહત્વ ભૂલી રહ્યા છે. 


આ પણ વાંચોઃ શિક્ષિકાએ 16 વર્ષના વિદ્યાર્થી પર દુષ્કર્મ આચર્યું, કહ્યું-સારા માર્ક્સ આપીશ


આ જ કારણ છે કે આપણને દરરોજ બેવફાઈ સાથે જોડાયેલી વાતો જોવા અને સાંભળવા મળે છે. આવી જ એક ઘટના આ દિવસોમાં ચર્ચામાં છે જ્યાં એક મહિલાએ તેના પતિને સેક્સ વર્કર સાથે પકડ્યો અને તેણે એ મહિલા સાથે શું કર્યું તે આ સમયે આખી દુનિયામાં ચર્ચાનો વિષય છે.


મામલો થાઈલેન્ડના ફૂકેતનો છે, જ્યાં એક મહિલાને તેના પતિ પર શંકા હતી કારણ કે તેના ફોનમાં સેક્સ વર્કરના ઘણા ફોટા હતા. આ પછી મહિલાએ તેના પતિનો પીછો કરીને તેને રંગે હાથે પકડી લીધો હતો. પતિ તો હાથ ના લાગ્યો પણ એ સમયે મહિલા હાથ લાગી ગઈ હતી. પત્નીએ બધો ગુસ્સો એ મહિલા પર ઉતારી દીધો હતો. તેણે મહિલાને એટલો માર માર્યો કે સેક્સ વર્કરને મદદ માટે પોલીસને બોલાવવી પડી અને પોલીસ આવ્યા બાદ તેને છોડી દેવામાં આવી હતી. આ મામલે પોલીસનું કહેવું છે કે હાલ મામલાની તપાસ ચાલી રહી છે. અધિકારીઓ આ ઘટના ક્યાં બની તેની તપાસ કરી રહ્યા છે.


પોલીસ કેસની તપાસ કરી રહી છે
નવાઈની વાત એ છે કે પતિને પહેલાંથી જ ખબર પડી ગઈ હતી કે તેની પત્ની તેના પર શંકા રાખી રહી છે, તેથી પત્ની રૂમમાં પ્રવેશે તે પહેલાં જ તે ભાગી ગયો હતો. અંગ્રેજી વેબસાઈટ ડેઈલી સ્ટારમાં છપાયેલા અહેવાલ અનુસાર, ત્યાં હાજર અન્ય લોકોએ આ અંગે પોલીસને જાણ કરી અને ત્યાં સુધી પત્નીએ સેક્સ વર્કરને મારવાનું ચાલુ રાખ્યું હતું.


આ પણ વાંચોઃ વિદેશ જવું છે અને વીઝા નથી? ચિતાં છોડો, આ દેશમાં મળશે ફ્રી એન્ટ્રી, જાણો સમગ્ર લિસ્ટ


આ બાબતે મુઆંગ ફૂકેત કર્નલ સારાવત ચૌરાસિતનું કહેવું છે કે હાલમાં અમે આ મામલાની તપાસ કરી રહ્યા છીએ અને અમને આ જગ્યા પર મસાજ કરાવવામાં આવતી હોવાની કોઈ માહિતી નથી. પીડિતાના વકીલ આ મુદ્દે કહે છે કે કોઈ પર હુમલો કરવો એ ગુનાની શ્રેણીમાં આવે છે અને પીડિતા પોલીસને તેની જાણ કરી શકે છે. મસાજ પાર્લરમાં બનેલી આ ઘટનાની હાલમાં તપાસ ચાલી રહી છે અને તે પૂર્ણ થયા બાદ દોષિતોને બરાબર સજા કરવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube