લંડનઃ ભારતને યુકે હાઈકોર્ટમાં મોટો વિજય થયો છે. બુધવારે હૈદરાબાદના નિઝામની સંપત્તિ પર નવી દિલ્હીના દાવાને બુધવારે હાઈકોર્ટે સ્વીકાર્યો છે. કોર્ટે જણાવ્યું કે, 70 વર્ષ જુના આ કેસમાં પાકિસ્તાનનો કોઈ હક બનતો નથી. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન લંડનની નેશનલ વેસ્ટમિન્સ્ટર બેન્કમાં રહેલી નિઝામની મિલકત પર વારંવાર દાવો કરતો રહ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ફંડ પાકિસ્તાનના યુકેના હાઈ કમિશનર રહેમતુલ્લાના ખાતામાં સપ્ટેમ્બર, 1948થી જમા હતું. 1950માં યુકે હાઉસ ઓફ લોર્ડ્સ દ્વારા આ કેસની સુનાવણી બંધ કરી દેવાઈ હતી, જેમાં હેદરાબાદના 7મા નિઝામની સંપત્તિ પાકિસ્તાનની માલિકીની છે તેવો દાવો કરાયો હતો. 


આ માસૂમ દેખાતા બાળકની સચ્ચાઈ જાણીને પગ તળેથી જમીન સરકી જશે, જુઓ PHOTOS


વર્ષ 2013માં પાકિસ્તાને ફરીથી અરજી દાખલ કરી હતી અને રાષ્ટ્રનો દાવો રજૂ કર્યો હતો. યુકે કોર્ટે ફરીથી સુનાવણી કરવાની પાકિસ્તાનની વિનંતીનો અસ્વીકાર કર્યો હતો. ત્યાર પછી કોર્ટે બુધવારે એક લાંબો ચૂકાદો આપ્યો હતો. જેમાં તેણે ફોરેન એક્ટ ઓફ સ્ટેટ, ગેરકાયદેસરતા અને કાર્યવાહીની મર્યાદાઓ, મિલકતની સંપત્તિની માલિકી સહિતની વિગતોનો સવિસ્તાર ઉલ્લેખ કર્યો હતો. 


કોર્ટે પાકિસ્તાન દ્વારા જે દલીલો રજૂ કરવામાં આવી હતી તેને ફગાવી દીધી હતી અને જણાવ્યું કે, આ વિવાદમાં ચર્ચાને કોઈ સ્થાન જ આવતું નથી. કોર્ટે પોતાનો ચૂકાદો આપતા જણાવ્યું કે, યુકેની બેન્કમાં જે રકમ પડેલી છે તે હથિયારોની ખરીદીના બદલામાં અથવા તો ભેટ તરીકે આપવામાં આવલી રકમ છે. તેના અસલ માલિક 7મા નિઝામના વારસદાર અને ભારત દેશ છે. 


જુઓ LIVE TV....


દુનિયાના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....