VIDEO : ભારતીય વાયુસેનાની કમાલ, આકાશમાં ઉડાન દરમિયાન સુખોઈમાં ભર્યું ઈંધણ
ભારતીય વાયુ સેના દ્વારા શનિવારે એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં મધ્ય આકાશમાં Su-30MKI ફાઈટર પ્લેનમાં IL-78 FRA વિમાનમાંથી ઈંધણ ભરવામાં આવી રહ્યું છે
નવી દિલ્હીઃ ભારતીય વાયુ સેના દ્વારા શનિવારે એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં મધ્ય આકાશમાં Su-30MKI ફાઈટર પ્લેનમાં IL-78 FRA વિમાનમાંથી ઈંધણ ભરવામાં આવી રહ્યું છે. આ કવાયત 1 જુલાઈથી 14 જુલાઈ દરમિયાન ફ્રાન્સના એરફોર્સ બેઝ મોન્ટ-ડે-મારસન ખાતે તાજેતરમાં જ ભારત અને ફ્રાન્સની વાયુસેના વચ્ચે યોજાયેલી 'ગરુડ' કવાયતમાં હાથ ધરાઈ હતી.
ગ્રુપ કેપ્ટન એન્ટીલે આ કવાયત અંગે જણાવ્યું કે, "હવાથી હવામાં વિમાનમાં ઈંધણ ભરવું એ કોઈ સાધારણ કાર્ય નથી. પાઈલટે તેમના વિમાનની ઝડપ એક સમાન રાખવી પડે છે, યોગ્ય ફોર્મેશન બનાવવું પડે છે અને ઈંધણ ભરનારા વિમાન સાથે સાંમજસ્ય સ્થાપવાનું હોય છે."
ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...