લાહોર : પાકિસ્તાન ક્રિકેટ ટીમનાં યુવા બેટ્સમેન ઇમામુલ હક પર અનેક યુવતીઓને છેતરપીંડી આપવાનો આરોપ લગાવ્યો છે. પાકિસ્તાની મીડિયામાં પ્રકાશિત અહેવાલ અનુસાર, આ મુદ્દે યુવતીઓ અને ઇમામ વચ્ચે વ્હોટ્સએપ પર થયેલા ચેટના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર વાઇરલ થયા બાદ બેટ્સમેન વિવાદોમાં ઘેરાઇ ગયા. 


કર્ણાટકનું રાજનીતિક કોકડુ વધારે ગુંચવાયુ, રાષ્ટ્રપતિ શાસન લાગુ થવાના સંકેત
આરોપ છે કે ગત્ત છ મહિના દરમિયાન ઇમામે એક જ સમયે સાતથી આઠ યુવતીઓને ડેટ કરી તેમની સાથે છેતરપિંડી કરી. સ્ક્રીનશોટને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરનારા અનામ વ્યક્તિએ કહ્યું કે, આ તો કાંઇ જ નથી, તેની પાસે ઇમામની હરકતોનાં પુરાવા વીડિયો અને તસ્વીરો તરીકે પણ છે, જો કે તેમને તે ત્યારે પણ પોસ્ટ કરશે જ્યારે સંબંધિત યુવતીઓની તેમની રજામંદી હશે. 


લોકસભામાં પાસ થયું ત્રિપલ તલાક બિલ, કોંગ્રેસ, JDU અને તૃણમુલનું વોકઆઉટ
ફ્રીઝમાં બાંધેલો લોટ મુકી તેની રોટલી ખાઓ છો ? જઇ શકે છે તમારો જીવ
પૂર્વ બેટ્સમેન અને પૂર્વ પસંદગીકાર ઇંજમામુલ હકનાં ભત્રીજા ઇમામમુલ હકનાં આ સ્કેન્ડલની માહિતી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને હોય પરંતુ બોર્ડે કોઇ કાર્યવાહીની મનાઇ કરી દીધી. બોર્ડનાં મીડિયા નિર્દેશક સમી ઉલ હસનના અનુસાર બોર્ડ આ અંગે કોઇ નિવેદન ઇશ્યું કરવાથી પરહેઝ કરશે કારણ કે ઇમામનો અંગત મુદ્દો છે.