કોલંબોઃ આર્થિક અને રાજકીટ સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાના જલદી થોડી રાહત મળી શકે છે. રિપોર્ટ પ્રમાણે આઈએમએફના પ્રતિનિધિઓ સાથે થયેલી ચર્ચામાં શ્રીલંકા 2.9 અબજ ડોલરના શરતી રાહત પેકેજ પર રાજી થઈ ગયું છે. શ્રીલંકામાં વિદેશી મુદ્રા ભંડાર ખતમ થવાને કારણે આયાત બંધ થઈ ગઈ છે. તો જનતા ભોજન અને પેટ્રોલ-ડીઝલ માટે પણ તરસી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શ્રીલંકા પર 51 અબજ ડોલરનું વિદેશી દેવું છે. જુલાઈમાં ગુસ્સે થયેલા પ્રદર્શનકારીઓએ દેશના રાષ્ટ્રપતિ ભવન પર કબજો કરી લીધો હતો. ત્યારબાદ પૂર્વ રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે દેશ છોડીને ભાગી ગયા હતા. સિંગાપુરથી તેમણે પોતાનું રાજીનામુ આપી દીધુ હતું. હવે આઈએમએફ સાથે સહમતિ બનવા પર શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેએ કહ્યુ છે કે આ દેશના ઈતિહાસનું ખુબ મહત્વનું પગલું છે. 


આ પણ વાંચોઃ દાઉદ ઈબ્રાહિમની હવે ખેર નથી!, NIA એ લીધું આ મોટું એક્શન 


તેમણે કહ્યું, શરૂઆતમાં મુશ્કેલી આવશે પરંતુ આપણે આગળ વધવાનું છે અને પ્રગતિ કરવી છે. જે અમારો સંકલ્પ છે અત્યારે માત્ર તેના પર વિચાર કરવાનો છે. આઈએમએફના એક અદિકારીએ કહ્યું કે શ્રીલંકાને સંકટમાંથી બહાર કાઢવા આ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. IMFએ પહેલા પણ કહ્યું હતું કે અમારૂ પ્રતિનિધિમંડળ શ્રીલંકાની સાથે નાણાકીય સુધારા પર ચર્ચા કરશે. 


પ્રેસ રિલીઝ પ્રમાણે આઈએમએફે કહ્યું હતું કે તે આશ્વાસન ઈચ્છે છે કે લોન સ્થિરતા બહાલ રહેશે. શ્રીલંકાને મે મહિનામાં આઈએમએફે રાહત પેકેજની વાત શરૂ કરી હતી પરંતુ જૂનમાં સ્થિતિ ગડબડ થવાને કારણે વાતચીત અટકી ગઈ હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube