દુબઇ : આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (આઇએમએફ)એ રવિવારે સમગ્ર વિશ્વની સરકારોને સાવધાન કરતા આર્થિક વૃદ્ધી આશાથી ઓછી રહેવા અંગે ઉઠનારા તોફાનો માટે તૈયાર રહેવા માટે જણાવ્યું છે. આઇએમએફનાં ડાયરેક્ટર ક્રિસ્ટીન લેગાર્ડી વિશ્વ સરકાર શિખર સમ્મેલન દરમિયાન જણાવ્યું કે, અમે એક એવી અર્થવ્યવસ્થાજોઇ રહ્યા છો તો જે અનુમાન કરતા ઓછી ઝડપથી વૃદ્ધી કરી રહી છે. આઇએમએફએ ગત્ત મહિને જ આ વર્ષની વૈશ્વિક આર્થિક વૃદ્ધિ દરનું પૂર્વાનુમાન 3.7 ટકાથી ઘટાડીને 3.5 ટકા કરી દેવાયું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકાર આવતી જતી રહે છે મોદીના વફાદાર અધિકારીઓ પર અમારી નજર: કોંગ્રેસની ધમકી

લેગાર્ડે તે કારકોને વૈશ્વિક અર્થવ્યવસ્થાના સુસ્ત પડવાનાં કારણે જણાવ્યું જેને તેઓ અર્થવ્યવસ્થા ઉપર ચકરાનારા ચાર વાદળ ગણાવે છે. તેમણે ચેતવણી આપી કે તોફાન ક્યારે પણ આવી શખે છે. તેમણે કહ્યું કે, આ જોખમમાં વ્યાપારિક તણાવ અને શુલ્ક વધવું, રાજકોષીત સ્થિતીમાં કડકાઇ, બ્રેક્ઝીટના મુદ્દે અનિશ્ચિતતા તથા ચીનની અર્થવ્યવસ્થા સુસ્ત પડવાથી વૈશ્વિક અર્થવ્યવસ્થા નબળી પડવાનો સમાવેશ થાય છે. 


રાફેલ મુદ્દે હવે કોંગ્રેસે કેગ પર જ સવાલ ઉઠાવ્યા, જેટલીએ આરોપો ફગાવ્યા

લેગાર્ડે કહ્યું કે, વિશ્વની બે ટોપ અર્થવ્યવસ્થાઓ અમેરિકા અને ચીનની વચ્ચે ઇશ્યું પ્રાઇસ વોરની વૈશ્વિક અસર દેખાડવા લાગ્યું છે. તેમણે સરકારોના સંરક્ષણવાદથી બચવાની સલાહ આફતા કહ્યું કે, અમને આ અંગે કોઇ જ અંદાજ નથી કે આ કયા પ્રકારે સમાપ્ત થવાનાં છે અને શું આ વ્યાપાર, ભરોસો અને બજાર પર અસર દેખાડવાની શરૂઆત કરી ચુકી છે. લેગાર્ડે કહ્યું કે, દેવાના વધતા જોખમ ગણાવ્યું. તેમણે કહ્યું કે, જ્યારે આટલા બધા વાદળો છવાયેલા હોય તો અંધારુ દુર કરવા માટે વિજળીની એક ચમક જરૂરી છે.