જ્યારે પણ આપણે અમરત્વની વાત વિચારીએ ત્યારે સાયન્સ ફિક્શન ફિલ્મ જેવું લાગતું હોય છે. જન્મ લીધો છે તો મોત પણ થશે. આ બધા જાણે છે. સિવાય વૈજ્ઞાનિકો. ઈન્ટરનેશનલ નોનપ્રોફિટ ઓર્ગેનાઈઝેશન- હ્યુમિનિટી પ્લસના સાયન્ટિસ્ટ ડોક્ટર જોસ કોર્ડિરોનો દાવો છે કે કેટલાક વર્ષો બાદ આપણી પાસે અમરત્વનું રહસ્ય ખુલી ચૂક્યું હશે. તેમના મત મુજબ વર્ષ 20230માં જીવિત લોકો વર્ષે વર્ષ પોતાની ઉંમર વધારી શકશે અને 2045 બાદ વૈજ્ઞાનિક જમાત લોકોને અમર બનાવવાનું શરૂ કરી દેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધીરે ધીરે બમણાથી વધુ થઈ ચૂકી સરેરાશ ઉંમર
આવું પણ થશે કેવી રીતે તેના પર હાલ વૈજ્ઞાનિકોએ  ખુલીને કશું જણાવ્યું નથી પરંતુ તેમાં રોબોટિક્સ અને AI ની મદદ લેવામાં આવી શકે છે. તેમની મદદથી ઉંમર વધતી જશે અને એક સમય એવો આવશે કે જ્યારે માણસ સદીઓ સુધી જીવી શકશે. ડોક્ટર કોર્ડિરોએ તેના પર તર્ક આપતા કહ્યું કે પહેલા સરેરાશ ઉંમર ઓછી હતી પરંતુ હવે તે વધી ચૂકી છે. જેમ કે વર્ષ 1881ની આજુબાજુ ભારતમાં સરેરાશ આયુષ્ય ફક્ત 25.4 વર્ષ હતું. બીજી બાજુ 2019માં તે વધીને 69.7 વર્ષ થઈ ગયું. આ ફોર્મ્યુલા પર DNA ના એજિંગને રિવર્સ એજિંગમાં ફેરવવામાં આવશે. 


રિવર્સ એજિંગમાં મળેલી સફળતા પહેલું પગલું
ડોક્ટર કોર્ડિરોના દાવા પાછળ હાર્વર્ડ અને બોસ્ટનની લેબમાં થયેલું એ રિસર્ચ છે જેમાં વૃદ્ધ ઉંદરોની ઉંમર પલટીને તેમને યુવા બનાવી દેવાયા. એટલે સુધી કે ઉંમરના કારણે નબળી પડેલી દ્રષ્ટિ પણ બરાબર થઈ ગઈ. હાર્વર્ડ મેડિકલ સ્કૂલ અને બોસ્ટન યુનિવર્સિટીના આ જોઈન્ટ રિસર્ચને વૈજ્ઞાનિક પત્રિકા સેલમાં જગ્યા મળી. આ અંગે રિસર્ચર ડેવિડ સિનક્લેઅરે સ્પષ્ટ કહ્યું કે ઉમર રિવર્સિબલ પ્રોસેસ છે. જેની સાથે છેડછાડ  થઈ શકે છે. 



વૃદ્ધોને યુવા અને યુવાને વૃદ્ધ બનાવી શકાશે!
વૈજ્ઞાનિક  જર્નલ સેલમાં પ્રકાશિત આ રિસર્ચનું નામ છે- 'લોસ ઓફ એપિજેનેટિક ઈન્ફોર્મેશન એજ કોઝ ઓફ મેમેલિયન એજિંગ'. લેબમાં ઉંદરો પર થયેલા આ પ્રયોગમાં સ્પષ્ટ જોવા મળ્યું કે એજને પાછળ ધકેલીને તેને યુવા બનાવી શકાય છે. એક ચોંકાવનારી વાત એ પણ જોવા મળી કે એજ માત્ર પાછળ ધકેલાય છે એટલું જ નહીં પરંતુ તેને આગળ પણ વધારી શકાય છે. એટલે કે સમય પહેલા કોઈને મોટા કે વૃદ્ધ બનાવવા. 


શરીર પાસે પોતાની યુવાવસ્થાની બેકઅપ કોપી રહે છે તે કોન્સેપ્ટ પર રિસર્ચ શરૂ થયું. આ કોપીને ટ્રિગર કરવામાં આવે તો સેલ્સ રિજનરેટ થવા લાગશે અને ઉંમર પાછળ જશે. આ પ્રયોગનો એ વિશ્વાસ ખોટો સાબિત થયો કે ઉંમર વધારવી જેનેટિક મ્યુટેશનનું પરિણામ છે, જેનાથી DNA નબળો પડે છે કે પછી નબળી પડી ચૂકેલી કોશિકાઓ શરીરને પણ સમય સાથે નબળી બનાવી દે છે. લગભગ એક વર્ષ સુધી ચાલેલા રિસર્ચ દરમિયાન વૃદ્ધ અને નબળી નજરવાળા ઉંદરોમાં હ્રુમન એડલ્ટ સ્કિનના સેલ્સ નાખવામાં આવ્યા જેનાથી ગણતરીના દિવસોમાં તેઓ પાછા જોવા લાયક બની ગયા. ત્યારબાદ આ જ રીતે બ્રેઈન, મસલ, અને કિડની સેલ્સને પણ પહેલાથી વધુ યુવાવસ્થામાં પહોંચાડી શકાયા. 


વર્ષ 2022ના એપ્રિલમાં પણ આવી ભળતી વાત કેમ્બ્રિજ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ કરી હતી. તેમનો દાવો સ્પષ્ટ  હતો જે મુજબ એક ખાસ મેથડથી ઉંમરને 30 વર્ષ પાછળ લઈ જઈ શકાય છે. રિસર્ચ માટે સ્કિન સેલ્સને રીપ્રોગ્રામ કરવામાં આવ્યા જેથી કરીને વર્ષો પાછળ જઈ શકાય. એજિંગ સેલ્સમાં તેાથી કોલેજન પેદા કરવાની ક્ષમતા વધી ગઈ. આ એ પ્રોટીન છે જેનાથી શરીર મજબૂત અને યુવા લાગે છે. મલ્ટી ઓમિક રિજુવેશન ઓફ હ્રુમન સેલ્સ નામથી રિસર્ચ ઈલાઈફ જર્નલમાં પ્રકાશિત થયું હતું. રિસર્ચ વિશે આનાથી વધુ જાણકારી પબ્લિક ડોમિનમાં નથી જેમ કે તે કેટલાક લોકો પર થયો. 



શરીરને ડીપ ફ્રિઝ કરવામાં આવી રહ્યું છે
હાલ દુનિયાના અનેક દેશોમાં અનેક ખરબપતિ આ રિવર્સ એજ દ્વારા અમરત્વ મેળવવા માટે પાણીની જેમ પૈસા વહાવી રહ્યા છે એટલે સુધી કે લેબ્સમાં પોતાના શરીરને પણ પ્રિઝર્વ કરાવવામાં આવી રહ્યા છે જેથી કરીને અમરત્વનો ફોર્મ્યુલા મળ્યા બાદ મરેલા લોકોને ફરીથી જીવતા કરી શકાય. તેને ક્રાયોનિક્સ કહે છે. અલગ અલગ જગ્યાઓ પર દાવા મળે છે કે દુનિયામાં લગભગ 600 લોકોના ડેડબોડી ફ્રિઝ કરીને રખાયા છે. 


SCનો બેંકોને મોટો ઝટકો, કહ્યું-લોન લેનારાનો પક્ષ સાંભળ્યા વગર ખાતા ફ્રોડ જાહેર ન કરો


બાઈક કે કારમાં જો પેટ્રોલની ટાંકી ફૂલ કરાવવાની આદત હોય તો ચેતી જજો....થશે આ નુકસાન!


અતિક અહમદની વેન સાથે ગાય અથડાઈ, પલટાતા પલટાતા રહી ગઈ ગાડી, જુઓ Video


ક્રાયોનિક્સમાં શું હોય છે
અનેક પ્રાઈવેટ કંપનીઓ આ કામ કરે છે. માણસના મરતા જ ક્રાયોનિક્સ એક્સપર્ટ પાકુ કરે છે કે તેમના બોડીમાં દિમાગ સુધી ઓક્સિજન અને લોહીનો સપ્લાય થતો રહે. ત્યારબાદ શરીરના સેલ્સમાંથી પાણી કાઢીને તેની જગ્યાએ એક કેમિકલ ભરી દેવામાં આવે છે. ત્યારબાદ તેને -130 ડિગ્રી તાપમાન પર રાખવામાં આવે છે. ક્રાયોનિક્સ હેઠળ શરીરના અલગ અલગ ભાગોને સંરક્ષિત કરવાના ચાર્જ પણ બદલાઈ જાય છે. આમ જો વૈજ્ઞાનિક વર્ષ 2045માં અમરતાનો દાવો કરી રહ્યા હોય તો જો કોઈ અત્યારથી લઈને ત્યાં સુધી શરીરને સંરક્ષિત કરાવે તો તેના માટે લગભગ દોઢ કરોડ રૂપિયા  ખર્ચ થશે. ત્યારબાદ ફોર્મ્યુલા મળતા જ ક્રાયોનિક્સ એક્સપર્ટ હરકતમાં આવી જશે અને મડદું ફરીથી જીવી શકે છે!


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube