નવી દિલ્હી/ ઈસ્લામાબાદઃ જમ્મુ-કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો પાછી ખેંચી લેવા અને રાજ્યમાંથી કલમ-370 નાબૂદ કરવાના ભારતના નિર્ણયથી પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે. આ મુદ્દે પાકિસ્તાને મંગળવારે ચર્ચા માટે સંસદનું સંયુક્ત સત્ર બોલાવ્યું હતું, પરંતુ ખુદ વડાપ્રધાન જ ગેરહાજર રહેતાં અહીં મચી ગયો હોબાળો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાનમાં સંસદના સંયુક્ત સત્રની બેઠકમાં ખુદ વડાપ્રધાન જ ગેરહાજર રહ્યા હતા. આથી ગૃહમાં હાજર સંસદ સભ્યોએ જોરદાર હોબાળો મચાવી દીધો અને સ્પીકર દ્વારા વારંવાર કહેવા છતાં પણ તેઓ શાંત થયા નહીં. આથી સ્પીકર પણ કંટાળીને પોતાની સીટ પરથી ઊભા થઈને ગૃહમાંથી બહાર નિકળી ગયા હતા. 


કોંગ્રેસ પર અમિત શાહ કાળઝાળ, કહ્યું- 'સમગ્ર કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ, જીવ આપી દઈશું તેના માટે'


આ બાજુ ભારતના આ પગલાથી પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ જાવેદ બાજવાને પીઓકેની ચિંતા થવા લાગી છે. સોમવારે કાશ્મીરમાંથી ધારા 370 દૂર કરવાની સાથે જ પાકિસ્તાનના સેના પ્રમુખે તાત્કાલિક કાશ્મીરની સ્થિતિની ચર્ચા માટે કમાન્ડરોની મિટિંગ બોલાવી હતી. તેમણે કોર્પ્સ કમાંડરો સાથે મંગળવારે લાંબી બેઠક કરી હતી. 


કલમ 370: ઐતિહાસિક નિર્ણયોની UNમાં ગૂંજ, મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે આપ્યું નિવેદન 


પાકિસ્તાનના જિયો ન્યૂઝ અનુસાર, કોર્પ્સ કમાન્ડરોની બેઠકનો એજન્ડા જમ્મુ અને કાશ્મીરમાં કલમ-370 નાબૂદ કરવાના ભારતના નિર્ણય, નિયંત્રણ રેખા પરની વર્તમાન સ્થિતિ અને કાશ્મીરમાં તેની અસરનું વિશ્લેષણ હતો. 


જૂઓ LIVE TV.....


દુનિયાના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....