નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પોતાના ભાષણને લઈને ઈમરાન ખાન ભારતના નિશાના પર તો છે જ પણ સાથે સાથે હવે તેમના પર ખોટું બોલવાનો આરોપ પણ લાગ્યો છે. વાત જાણે એમ છે કે ઈમરાન ખાને શનિવારે એક રેકોર્ડેડ મેસેજ આપ્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે અફઘાનિસ્તાનમાં 'ગેરકાયદેસર કબજા' વિરુદ્ધ 1980ના દાયકામાં ચાલી રહેલી લડતમાં પાકિસ્તાન આગળ હતું અને અમેરિકા સાથે મળીની મુજાહિદ્દીન સમૂહોને ટ્રેઈન કરી રહ્યું હતું. પાક પીએમએ જણાવ્યું કે આઝાદીની લડત લડી રહેલા આ યોદ્ધાઓને હીરો ગણવામાં આવતા હતા અને તત્કાલિન રાષ્ટ્રપતિ રોનાલ્ડ રેગને તેમને 1983માં વ્હાઈટ હાઉસ બોલાવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આગળ ઈમરાન ખાને કહ્યું હતું કે રેગને આ મુજાહિદ્દીન ફાઈટર્સની સરખામણી અમેરિકાનો પાયો નાખનારા લીડર્સ સાથે કરી હતી. ઈમરાનની આ વાત સોશિયલ મીડિયામાં લોકોને ગળે ઉતરતી નથી. એટલે સુધી કે PML-N ઉપાધ્યક્ષ મરિયમ નવાઝે પણ કહ્યું કે ઈમરાન ખાનનું ભાષણ લખનારને નહીં પરંતુ ખુદ ઈમરાન ખાનને 'નોકરીમાંથી કાઢી મૂકવા જોઈએ.'


ઈમરાન ખાને તોડી મરોડીને રજુ કરી હતી સ્પીચ?
ઈમરાન ખાનના નિવેદન પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમણે રીગનના નિવેદને તોડી મરોડીને રજુ કર્યું જેથી કરીને અફઘાનિસ્તાનમાં મુજાહિદ્દીનોથી લઈને તાલિબાન સુધીના ઉદય માટે અમેરિકાને તેમનો ઈતિહાસ યાદ અપાવીને નિશાન પર લઈ શકાય. એવું પણ કહેવાઈ રહ્યું છે કે રેગને પોતાના ભાષણમાં મુજાહિદ્દીનની તુલના અમેરિકાના 'ફાઉન્ડિંગ ફાધર્સ' સાથે કરી જ નહતી. આરોપ છે કે એક ડોક્ટર્ડ વીડિયો પણ શેર કરવામાં આવી રહ્યો છે જેમાં રીગનના ભાષણને એડિટ કરાયું છે. 


PM Modi US visit: અમેરિકાએ આપી 157 'રિટર્ન ગિફ્ટ', ભારતના 'અમૂલ્ય ખજાના'ની ઘર વાપસી, જુઓ PICS


તેઓ આગળ કહે છે કે 'તે આપણા ભાઈ છે, આ ફ્રીડમ ફાઈટર્સ અને આપણે તેમની મદદ કરવી પડશે. મે હાલમાં જ નિકારગુઆના ફ્રીડમ ફાઈટર્સ સાથે વાત કરી છે. તમે તેમનું સત્ય જાણો છો. તમને ખબર છે કે તેઓ કોની સાથે અને કેમ લડી રહ્યા છે. તેઓ આપણા ફાઉન્ડિંગ ફાધર્સ અને ફ્રાન્સના વિરોધ આંદોલનના બહાદુર મહિલાઓ અને પુરુષોથી નૈતિક રીતે સમાન છે. આપણે તેમનાથી મોઢું ફેરવી શકીએ નહીં કારણ કે સંઘર્ષ રાઈટ કે લેફ્ટ વચ્ચે નથી પરંતુ યોગ્ય અને અયોગ્ય વચ્ચે છે.'


UNGA માં કાશ્મીર પર ઈમરાન ખાને સાર્યા મગરના આંસુ, ભારતે આપ્યો જબરદસ્ત જડબાતોડ જવાબ


અત્રે જણાવવાનું પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને આ ભાષણમાં કાશ્મીર વિશે પણ અનેક એલફેલ વાતો કરી. કાશ્મીર પર મગરના આંસુ સાર્યા. ઈમરાન ખાને કહ્યું કે કાશ્મીરની ડેમોગ્રાફીમાં ભારત ફેરફાર કરવા માંગે છે. આ ઉપરાંત ઈમરાન ખાને અલગાવવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીને શહીદ ગણાવી નાખ્યા. પાકિસ્તાનના પીએમએ કહ્યું કે જમ્મુ-કાશ્મીર વિવાદના સમાધાનથી જ ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ સ્થપાશે. 


ઈમરાન ખાનને ભારતે આપ્યો જડબાતોડ જવાબ
UNGA માં ઈમરાન ખાને ભારત વિરુદ્ધ જુઠ્ઠાણું ફેલાવ્યું અને આંતરરાષ્ટ્રીય મંચ પરથી ભારત વિરુદ્ધ પ્રોપગેન્ડા ફેલાવવાની કોશિશ કરી. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના પ્રથમ સચિવ સ્નેહા દુબેએ ઈમરાન ખાનને જડબાતોડ જવાબ આપ્યો. તેમણે કહ્યું કે ભારત વિરુદ્ધ પાકિસ્તાન જુઠ્ઠાણું ફેલાવી રહ્યું છે. પાકિસ્તાન આતંકવાદનો ગઢ છે. પાકિસ્તાનમાં આતંકીઓ ખુલ્લેઆમ ઘૂમે છે. ઈમરાન ખાન લાદેનના ગુણગાન ગાય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube