PM ઈમરાન ખાને આખરે કર્યો સ્વીકાર, ભારત સામે યુદ્ધમાં હારી શકે છે પાકિસ્તાન
પાકિસ્તાન(Pakistan)ના વડાપ્રધાન ઈમરાન ખાન (Imran Khan)એ એકવાર ફરીથી પરમાણુ યુદ્ધની સંભાવનાને હવા આપી છે. જો કે ઈમરાન ખાને એ પણ સ્વીકાર કર્યું કે પાકિસ્તાન ભારત સાથે પરંપરાગત યુદ્ધમાં હારી શકે છે.
ઈસ્લામાબાદ: પાકિસ્તાન(Pakistan)ના વડાપ્રધાન ઈમરાન ખાન (Imran Khan)એ એકવાર ફરીથી પરમાણુ યુદ્ધની સંભાવનાને હવા આપી છે. જો કે ઈમરાન ખાને એ પણ સ્વીકાર કર્યું કે પાકિસ્તાન ભારત સાથે પરંપરાગત યુદ્ધમાં હારી શકે છે. અલ ઝઝીરા સાથે એક ઈન્ટરવ્યુંમાં ઈમરાન ખાને કહ્યું કે જો પરંપરાગત યુદ્ધમાં કોઈ દેશ હારવા લાગે તો તેની પાસે બે જ વિકલ્પ હોય છે- કાં તો તે આત્મ સમર્પણ કરે અથવા તો આઝાદી માટે મોત સામે લડે. મને ખબર છે કે પાકિસ્તાન આઝાદી માટે મોત સામે લડશે, પરંતુ જ્યારે એક પરમાણુ સશસ્ત્ર દેશ મોત સામે ઝઝૂમતો હોય ત્યારે તેના પોતાના પરિણામ હોય છે.
યુદ્ધ એ સમસ્યાઓનું સમાધાન નથી
કાશ્મીર પર ભારતને પરમાણુ યુદ્ધની ધમકી આપવા પરના એક સવાલ પર ઈમરાન ખાને કહ્યું કે મે જે પણ કહ્યું છે, તે એ છે કે પાકિસ્તાન ક્યારે પણ પરમાણુ યુદ્ધ શરૂ કરશે નહીં. હું શાંતિવાદી છું, હું યુદ્ધ વિરોધી છું. અમે માનીએ છીએ કે યુદ્ધ સમસ્યાઓનું સમાધાન કરતું નથી. યુદ્ધ અનપેક્ષિત પરિણામ છે. વિયતનામ અને ઈરાકના યુદ્ધને જુઓ, યુદ્ધ અનેક સમસ્યાઓનું કારણ બન્યું છે. યુદ્ધના કારણે કેટલીક સમસ્યાઓ જરૂરી ઊભી થઈ છે જે મુશ્કેલીઓથી વધુ ગંભીર છે.
દરેક આંતરરાષ્ટ્રીય મંચથી સંપર્ક કરી રહ્યાં છીએ
ઈમરાન ખાને વધુમાં કહ્યું કે આ જ કારણ છે કે અમે સંયુક્ત રાષ્ટ્ર સાથે સંપર્ક કર્યો છે, અને દરેક આંતરરાષ્ટ્રીય મંચથી સંપર્ક કરી રહ્યાં છીએ, કે તેમણે આ મામલે હસ્તક્ષેપ કરવો જોઈએ. કારણ કે આ (કાશ્મીર) એક ત્રાસદી છે જે ભારતીય ઉપમહાદ્વીપથી આગળ જશે.
જુઓ LIVE TV
વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...