પાકિસ્તાનને હવે સાન ઠેકાણે આવી!, ભારત સાથે વેર બરબાદ કરી નાખશે, આ મામલે નતમસ્તક થવા તૈયાર
આર્થિક દુર્દશામાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાનને હવે સમજમાં આવી ગયું છે કે ભારત સાથે વેર તેની મુશ્કેલીઓ જ વધારશે.
ઈસ્લામાબાદ: આર્થિક દુર્દશામાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાનને હવે સમજમાં આવી ગયું છે કે ભારત સાથે વેર તેની મુશ્કેલીઓ જ વધારશે. આ જ કારણ છે કે ભારત સાથે તમામ સંબંધો તોડવાનો દંભ કરનારું પાકિસ્તાન હવે બંને દેશો વચ્ચે વેપાર પર ભાર મૂકી રહ્યું છે. વાણિજ્ય અને રોકાણ પર પ્રધાનમંત્રી ઈમરાન ખાનના સલાહકાર અબ્દુલ રઝાક દાઉદનું કહેવું છે કે ભારત સાથે વેપાર સમયની જરૂરિયાત છે અને તે ભારત કરતા વધુ પાકિસ્તાન માટે ફાયદાકારક છે.
વેપાર ફરીથી શરૂ કરવામાં આવે
પાકિસ્તાની અખબાર ડોનના એક રિપોર્ટ મુજબ અબ્દુલ રઝાક દાઉદે રવિવારે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે જ્યાં સુધી વાણિજ્ય મંત્રાલયનો સવાલ છે તો એવી સ્થિતિમાં છે કે ભારત સાથે વેપાર થાય અને મારું પણ સ્ટેન્ડ છે કે આપણે ભારત સાથે વેપાર કરવો જોઈએ. બંને દેશો વચ્ચે વેપારને ફરીથી શરૂ કરવો જોઈએ, આ સમયની માગણી છે.
વધતી મોંઘવારી પર કરી આ વાત
અબ્દુલ રઝાક દાઉદે વધુમાં કહ્યું કે તેઓ ભારત સાથે વેપારનું સમર્થન કરે છે. કારણ કે તે પાકિસ્તાન માટે ખુબ ફાયદાકારક છે. તેમણે કહ્યું કે ભારત સાથે વેપાર તમામ, ખાસ કરીને પાકિસ્તાન માટે ખુબ ફાયદાકારક છે અને હું તેનું સમર્થન કરું છું. પાકિસ્તાનમાં રેકોર્ડ બ્રેક મોંઘવારી અને લોકો પર તેની પ્રતિકૂળ અસર પર વાત કરતા તેમણે કહ્યું કે આ મુદ્દે હું સહમત છું, પરંતુ તેલ, ક્રૂડ ઓઈલ, મશીનરી અને અન્ય સામાનની આયાતને કારણે સમસ્યા રહેશે.
અગાઉ પણ ઈચ્છા જતાવી ચૂક્યું છે પાકિસ્તાન
આ અગાઉ પણ પાકિસ્તાને ભારત સાથે વેપાર બહાલ કરવાની વાત કરી હતી. પરંતુ વિપક્ષના વિરોધના કારણે ઈમરાન સરકારે પોતાના ડગ પાછળ ખેંચવા પડ્યા. ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષ 2019થી જ વેપાર ખુબ ઓછો થઈ ગયો છે. તે જ વર્ષે જાન્યુઆરીમાં કાશ્મીરના પુલવામા હુમલામાં ભારતના 40 જવાનો શહીદ થયા હતા. ભારતે આ માટે પાકિસ્તાનને જવાબદાર ઠેરવ્યું અને પાકિસ્તાનથી વેપાર પર કસ્ટમ ડ્યૂટી 200 ટકા સુધી વધારી હતી. જેની અસર એ થઈ કે ભારત-પાકિસ્તાન વચ્ચે વેપાર ગણતરીના સમયમાં 10 ટકા કરતા પણ ઓછો થઈ ગયો.
માતૃભાષા દિવસ ટાણે મળ્યો મોટો આઘાત, આ મહિલાના મોત સાથે જ આ ભાષાનો આવી ગયો અંત
પ્રતિબંધોથી કોને વધુ નુકસાન?
ભારતે ઓગસ્ટ 2019માં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી હતી, જેનાથી અકળાયેલા પાકિસ્તાને ભારતથી આયાત પર પ્રતિબંધ લાદ્યો હતો. ત્યારબાદ બંને દેશો વચ્ચે વેપાર ખુબ ખરાબ રીતે પ્રભાવિત થયો. પાકિસ્તાનના કપડાં અને ખાંડ ઉદ્યોગ પર આ વેપાર પ્રતિબંધની વધુ અસર છે જ્યારે ભારતના સીમેન્ટ, સિંધવ મીઠું, ડ્રાઈ ફ્રૂટ્સના બજાર પર આ પ્રતિબંધની અસર પડી છે. પ્રતિબંધની આ લડતમાં પાકિસ્તાને સૌથી વધુ નુકસાન સહન કરવું પડ્યું છે. ત્યાંના કપડાં અને દવા ઉદ્યોગ કાચા માલ માટે ભારત પર નિર્ભર છે અને પ્રતિબંધોના કારણે તેને પહેલા જેવો સપ્લાય મળતો નથી.
યુક્રેન સંકટ: પુતિનને મળવા તૈયાર તો થયા બાઈડેન, પરંતુ રાખી આ મોટી શરત
અનેક પ્રકારની અડચણો
ભારત અને પાકિસ્તાન વચ્ચે ઓછો વેપાર હોવાના બીજા પણ અનેક કારણ છે. વર્ષ 2018માં આવેલા વિશ્વ બેંકના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે જો બંને દેશ વેપાર પ્રક્રિયાને સરળ બનાવે, ટેરિફ ઓછા કરે અને વિઝા નીતિ સરળ બનાવે તો બંનેનો વેપાર 2 અબજ ડોલરથી વધીને 37 અબજ ડોલર થઈ શકે છે. આમ તો હાલના સમયની વાત કરીએ તો ભારત પાકિસ્તાન વચ્ચે વેપારમાં થોડો વધારો થયો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના જણાવ્યાં મુજબ ભારતથી પાકિસ્તાન નિકાસ ડિસેમ્બરમાં વધીને 2.94 અબજ થઈ જે નવેમ્બર 2021માં 1.82 અબજ હતી.
વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube