ઈસ્લામાબાદ: પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સામે ફરીથી કાશ્મીર રાગ આલાપ્યો છે. કાશ્મીર મુદ્દે હસ્તક્ષેપ કરવાની તેમણે માગણી મૂકી. ઈમરાન ખાને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે 12 મિનિટ ફોન પર વાત કરી. ફોન પર આ 12 મિનિટ સુધી ઈમરાન ખાન ફક્ત કાશ્મીર પર જ વાત કરતા રહ્યાં. ઈમરાન ખાને ટ્રમ્પને ફરીથી કહ્યું કે અમેરિકા કાશ્મીર મામલે હસ્તક્ષેપ કરે. ટ્રમ્પે ઈમરાન ખાનને કાશ્મીર મુદ્દે સંયમ વર્તવાની સલાહ આપી છે. ટ્રમ્પે ઈમરાનને તણાવ વધતો રોકવા અને આવી સ્થિતિથી બચવાની સલાહ આપી છે. બંને નેતાઓ સાથે વાત કર્યા બાદ ટ્રમ્પે કહ્યું કે ક્ષેત્રમાં સ્થિતિ 'કપરી' છે પરંતુ તેમની બંને દેશોના પીએમ સાથે સારી વાત થઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટ્રમ્પે ઈમરાનને આપી શિખામણ
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે બંને સારા મિત્રો પીએમ મોદી અને પીએમ ઈમરાન ખાન સાથે ટ્રેડ, રણનીતિક ભાગીદારી અને સૌથી મહત્વની વાત કાશ્મીરમાં તણાવ ઓછો કરવા મુદ્દે વાત થઈ. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે સ્થિતિ કપરી છે પરંતુ સારી વાત થઈ. વાતચીત દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે ઈમરાનને જમ્મુ કાશ્મીરના મુદ્દે ભારત વિરુદ્ધ નિવેદનો આપવામાં સંયમ વર્તવાની શિખામણ આપી. વ્હાઈટ હાઉસે જણાવ્યું કે ટ્રમ્પે કાશ્મીર મુદ્દે બંને દેશોને તણાવ ઓછો કરવાનો આગ્રહ કર્યો. 


મોદીનો ટ્રમ્પ કોલ અને પાકિસ્તાનમાં મચ્યો હડકંપ!
આ બાજુ જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370માં બદલાવ આવ્યાં બાદ પહેલીવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાત કરી છે. કહેવાય છે કે બંને નેતાઓ વચ્ચે લગભગ 30 મિનિટ સુધી વાત થઈ. પીએમ મોદીએ ટ્રમ્પ સાથે વાતચીતમાં આતંકવાદ અને સરહદે સુરક્ષા મુદ્દે વાતચીત કરી. પીએમ મોદીએ ઈમરાન ખાનનું નામ લીધા વગર નિશાન સાધતા કહ્યું કે કેટલાક નેતાઓના નિવેદનો શાંતિ માટે જોખમ છે. સરહદપારથી આતંકવાદ રોકવો જરૂરી છે. કહેવાય છે કે આ વાતચીત બંને દેશોના દ્વિપક્ષીય સંબંધો અને ક્ષેત્રીય મુદ્દાઓ પર આધારિત હતી. 


જુઓ LIVE TV


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...