પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનની ધરપકડ બાદ પાકિસ્તાન સળગી ઉઠ્યું છે. દેશભરમાંથી હિંસાની ખબરો સામે આવી રહી છે. ઈમરાન ખાનના સમર્થકો આગજની અને તોડફોડ  કરી રહ્યા છે. આ બધા વચ્ચે ઈસ્લામાબાદ હાઈકોર્ટે પણ ઈમરાન ખાનને ઝટકો આપ્યો છે. ઈમરાન ખાનની ધરપકડ હાઈકોર્ટે યોગ્ય ઠેરવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈએ દેશભરમાં વિરોધ પ્રદર્શન યોજ્યા છે. હિંસાને જોતા પાકિસ્તાનમાં કલમ 144 લાગૂ કરાઈ છે. પાકિસ્તાનમાં મોબાઈલ ઈન્ટરનેટ બાદ હવે ટ્વિટર સર્વિસ પણ બંધ થઈ ગઈ છે. પાકિસ્તાન દૂરસંચાર પ્રાધિકરણે પુષ્ટિ કરી કે આંતરિક મંત્રાલયના નિર્દેશ પર દેશમાં મોબાઈલ બ્રોડબેન્ડ સસ્પેન્ડ કરાયું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ વોટ્સએપ અને ફેસબુક સહિત તમામ સોશિયલ મીડિયા સાઈટ્સ પણ બંધ કરાઈ છે. 


મંગળવારે થઈ ઈમરાન ખાનની ધરપકડ
પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાન મંગળવારે ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં કેટલાક કેસની સુનાવણી માટે પહોંચ્યા હતા. જેવા ઈમરાન ખાન કાર દ્વારા હાઈકોર્ટની અંદર પ્રવેશ્યા કે પેરામિલેટ્રી ફોર્સના જવાન હાઈકોર્ટમાં દાખલ થયા. જ્યારે ઈમરાન ખાન ઈસ્લામાબાદ હાઈકોર્ટની અંદર પોતાની બાયોમેટ્રિક્સ કરાવતા હતા ત્યારે પાકિસ્તાની સેનાના રેન્જર્સ રૂમમાં કાંચ તોડીને ઘૂસ્યા, અને તેમની ધરપકડ કરી. ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈએ તેમની ધરપકડને શરૂઆતમાં અપહરણ ગણાવ્યું હતું. 


ઈમરાન ખાનની ધરપકડ બાદ રેન્જર્સ તેમને ઢસડીને ગાડી સુધી લઈ ગયા હતા. ધરપકડ બાદથી ઈસ્લામાબાદમાં હિંસક પ્રદર્શન શરૂ થઈ ગયું અને જોત જોતામાં તો સમગ્ર દેશમાં પ્રદર્શન થવા લાગ્યા. પાકિસ્તાનના પૂર્વ પીએમની ધરપકડ બાદ માહોલ એટલો બગડ્યો કે સરકારે સમગ્ર દેશમાં કલમ 144 લાગૂ કરવી પડી. 


દસ મોટા અપડેટ્સ


1. પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનની ધરપકડ બાદ પાકિસ્તાનમાં ગૃહ યુદ્ધ જેવી સ્થિતિ બની ગઈ છે. ઈમરાન ખાનના નારાજ સમર્થકોએ સેના અને સરકાર વિરુદ્ધ આરપારની જંગની જાહેરાત કરી છે. ગવર્નર હાઉસ હોય કે સેનાનું મુખ્યાલય દરેક જગ્યાએ પ્રદર્શનકારીઓનો કબજો જોવા મળી રહ્યો છે. 


2. પીટીઆઈની અપીલ બાદ પાર્ટીના અનેક સમર્થકોએ શહેરના અલગ અલગ ભાગોમાં આગજની કરી અને ઈમરાન ખાનને છોડી મૂકવા માટે આઝાદીના નારા લગાવ્યા. 


3. લાહોરમાં ગવર્નર હાઉસમાં તોડફોડ કરીને અને પછી તેમાં આગચંપી કરી. સ્વાતમાં ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈના કાર્યકરોએ વિદ્રોહ કરતા ટોલ ગેટ પર આગચંપી કરી. બીજી બાજુ કરાચીમાં પીટીઆઈએ દાવો કર્યો કે સિંધ પ્રાંતના પ્રમુખને સેનાએ કિડનેપ કરીને ધરપકડ કરી. 


4. ઈમરાન ખાનના સમર્થકોએ લાહોરમાં કોર કમાન્ડર હાઉસ પર હુમલો કર્યો. અંદર ઘૂસ્યા અને ઓફિસરના ઘરના ખૂણા  ખૂણાને વેરવિખેર કરી નાખ્યું. ઈમરાન ખાનના સમર્થકો પાકિસ્તાની સેનાના મેજર ફૈસલ નઝીર વિરુદ્ધ આગ ઓકી રહ્યા છે. હકીકતમાં ઈમરાન ખાને ધરપકડ પહેલા નઝીર પર તેમને મારવાની કોશિશ કરવાનો આરોપ લગાવ્યો હતો. 


5. ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈના કાર્યકરોએ રાવલપિંડીમાં સેનાની એક ઓફિસ ઉપર પણ હુમલો કર્યો. કાર્યકરોએ ઓફિસમાં ઘૂસીને પથ્થરબાજી અને તોડફોડ કરી. 


Video: પૂર્વ PM ઇમરાન ખાનને બોચીએ પકડી ધક્કે ચડાવ્યા, વકીલો લોહીલુહાણ


ઇમરાન ખાનની ધરપકડને હાઈકોર્ટે ગણાવી યોગ્ય, પાકિસ્તાનમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ


હિંસા, આગચાંપી અને તોડફોડ, ઈમરાનની ધરપકડ બાદ PAKમાં હંગામો, દેશમાં કલમ 144 લાગૂ


6. પેશાવરમાં કાર્યકરોએ ઠેર ઠેર હિંસા અને આગજની કરી. પેશાવર નજીક મર્દનમાં સુરક્ષાદળોએ ઈમરાન ખાનના સમર્થકોને હટાવવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા. આ દરમિયાન ફાયરિંગનો પણ અવાજ આવ્યો. 


7. પાકિસ્તાની એરફોર્સના મિયાંવલી એરબેસ ઉપર પણ ઈમરાન ખાનના સમર્થકોએ હુમલો કર્યો. ગુસ્સે ભરાયેલા ઈમરાન સમર્થકોએ ડમી વિમાનને આગને હવાલે કર્યું. 


8. પાકિસ્તાનના પેશાવરમાં એક રેડિયો સ્ટેશનની ઈમરાતમાં પણ આગચંપી કરાઈ. 


9. દેશભરમાં તમામ ખાનગી શાળાઓ આગામી આદેશ સુધી બંધ. આ ઉપરાંત સમગ્ર પાકિસ્તાનમાં ગૃહ મંત્રાલયના આદેશ પર મોબાઈલ નેટવર્ક અને ઈન્ટરનેટ સર્વિસ પ્રભાવિત છે. દેશમાં અનેક સ્થાનો પર નેટ બિલકુલ ચાલતું નથી તો ક્યાંક ધીમી સ્પીડ પર ચાલે છે. 


10 આ હિંસક પ્રદર્શન વચ્ચે ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈએ દાવો કર્યો છે કે અત્યાર સુધીમાં તેમના 6 સમર્થકોના જીવ ગયા છે. જ્યારે ડઝન જેટલા લોકો ઘાયલ થયા છે. 


અલ કાદિર ટ્રસ્ટ મામલે થઈ ધરપકડ
ઈમરાન ખા પર અલ કાદિર ટ્રસ્ટ મામલે ફ્રોડના આરોપમાં એફઆઈઆર નોંધાયેલી છે. આ સમગ્ર વિવાદ અલ કાદિર ટ્રસ્ટ યુનિવર્સિટી સાથે જોડાયેલો છે. ઈમરાન ખાન, તેમની પત્ની બુશરા બેગમ અને તેમના સહયોગી ઝુલ્ફિકાર બુખારી તથા બાબર અવાને અલ કાદિર પ્રોજેક્ટ ટ્રસ્ટની રચના કરી હતી. જેનો હેતુ પંજાબના ઝેલમ જિલ્લાના સોહાવા તહસીલમાં ગુણવત્તાપૂર્ણ શિક્ષણ આપવા માટે અલ કાદિર યુનિવર્સિટીની સ્થાપના કરવાનું હતું. આરોપ છે કે દાનમાં અપાયેલી જમીનના દસ્તાવેજમાં હેરફેર કરાઈ. યુનિવર્સિટી માટે ઈમરાન ખાન અને તેમની બીબીએ જમીનને ગેરકાયદેસર રીતે હડપી લીધી અને બંનેએ પાકિસ્તાનના સૌથી અમીર વ્યક્તિ મલિક રિયાઝને ધરપકડના નામે ધમકાવીને અબજો રૂપિયાની જમીન પોતાના નામે કરાવી લીધી. 


પાકિસ્તાનમાં આગામી 48 કલાક ખુબ મહત્વના છ. કારણ કે ત્યાં માર્શલ લો લાગી શકે છે. પાકિસ્તાની સેનામાં ઈમરાન સમર્થકો વિદ્રોહ કરી શકે છે. ઈમરાન ખાન વિરોધી સૈન્ય ઓફિસરોના ઘરો પર હુમલા થઈ શકે છે. ઈમરાન ખાનના સમર્થનમાં વિદ્રોહ વધુ ભડકી શકે છે. પાકિસ્તાનની સેનાએ કડકાઈ કરી તો  હાલાત વધુ બગડી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube