Pakistan: આ તે કેવી લોખંડી સુરક્ષા? દિગ્ગજ નેતા બુલેટપ્રુફ ફેસ શિલ્ડ પહેરી કોર્ટમાં પહોંચ્યા, Video વાયરલ
Pakistan News: ગત સુનાવણીમાં ન્યાયાધીશ એજાજ અહમદ બુટ્ટરે પીટીઆઈ પ્રમુખને નિર્દેશ આપ્યા હતા કે તેઓ હવેની સુનાવણીઓમાં પોતાની પેશી સુનિશ્ચિત કરે અને કેસની પોલીસ તપાસમાં પણ સામેલ થાય.
Pakistan News: પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાન હાલ ચર્ચામાં છે. પાકિસ્તાન તહરીક એ ઈન્સાન પ્રમુખ ઈમરાન ખાન પણ અનેક કેસ ચાલુ છે. કેટલાકમાં તો તેમના વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ સુદ્ધા જાહેર થયેલું છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતની એક આતંકવાદ વિરોધી કોર્ટે મંગલવારે ઈમરાન ખાનને મળેલા વચગાળાના જામીન 13 એપ્રિલ સુધી આગળ વધાર્યા છે. આ બધા વચ્ચે કોર્ટમાં પેશી માટે જતા ઈમરાન ખાનનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. વીડિયોમાં ઈમરાન ખાને બુલેટપ્રુફ ફેસ શીલ્ડ પહેરેલો છે અને ચહેરો સંપૂર્ણ રીતે ઢંકાયેલો છે.
પાકિસ્તાન તહરીક એ ઈન્સાફ પાર્ટીએ ટ્વિટર પર આ વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં ઈમરાન ખાન માથાથી ગરદન સુધી સુરક્ષા કવચ પહેરેલું જોવા મળી રહ્યા છે. બીજી બાજુ તેમના સુરક્ષાકર્મીઓએ સુરક્ષા ઢાલથી તેમને ઘેર્યા છે. અત્રે જણાવવાનું કે ઈમરાન ખાન પર જીવલેણ હુમલો પણ થઈ ચૂક્યો છે. આ માટે પીટીઆઈ પ્રમુખ પોતાની હત્યા થવાની આશંકા પણ વ્યક્ત કરી ચૂક્યા છે.
આ દેશ NATO માં જોડાતા પુતિન અકળાયા, પહેલીવાર રશિયાની બહાર પરમાણુ હથિયાર તૈનાત
આ જવાનનો Video જોઈ ચોંકી જશો, બંદૂક અને ગોળી અંગે તમારી બધી માન્યતા તૂટી જશે
US Economy: ડિફોલ્ટરની નજીક અમેરિકા! આખી દુનિયા હલી જશે, લાખો નોકરીઓ પર ખતરો
આજે કોર્ટમાં થયેલી સુનાવણીમાં જજે કહ્યું કે ઈમરાન ખાને હજુ સુધી બોન્ડની રકમ જમા કરી નથી. ખાનના વકીલ સલમાન સફદરે જવાબ આપ્યો કે પૂર્વ પ્રધાનમંત્રીના જીવને જોખમ છે. જજે ત્યારે પૂછ્યું કે શું ખાન કોર્ટમાં હાજર થશે કે નહીં અને એ વાત પર ભાર મૂક્યો કે કોર્ટમાં હાજર થનારી વ્યક્તિને જ રાહત આપી શકાય છે. ત્યારબાદ કોર્ટે ઈમરન ખાનના વકીલને પોતાના અસીલને સવારે 11 વાગે હાજર કરવાના નિર્દેશ આપ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube