પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાન પર હુમલો કરનારા વ્યક્તિના કબૂલાતનામાવાળો વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. આ વ્યક્તિનું નામ ફૈઝલ ભટ્ટ છે. જોવામાં ફૈઝલ ભટ્ટ સામાન્ય નાગરિક જેવો લાગે છે. તેનું કહેવું છે કે તેણે ઈમરાન ખાન પર એટલા માટે હુમલો કર્યો કારણ કે પીટીઆઈ આઝાદી માર્ચ દરમિયાન મોટા અવાજે ગીતો વગાડી રહ્યા હતા અને તેનાથી અજાનમાં ખલેલ પડતી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે જણાવવાનું કે ગુરુવાર એટલે કે 3 નવેમ્બરના રોજ પાકિસ્તાનના ગુજરાંવાલાના અલ્લાહવાલા ચોક પર પીટીઆઈના ચેરમેન ઈમરાન ખાન પર હુમલો થયો હતો. ઈમરાન ખાનની આઝાદી માર્ચનો કાફલો ઈસ્લામાબાદ તરફ આગળ વધી રહ્યો હતો ત્યારે આ હુમલો થયો હતો. ત્યારે ફૈઝલ ભટ્ટે ઈમરાન ખાન પર ફાયરિંગ કર્યું હતું. જો કે ત્યાં હાજર એક વ્યક્તિએ તેને પકડી લીધો. 


જો કે ત્યાં સુધીમાં તો તે ફાયરિંગ કરી ચૂક્યો હતો. પાકિસ્તાની મીડિયા મુજબ આ હુમલામાં ઈમરાન ખાનને પગમાં ગોળી વાગી. ત્યારબાદ તેના સુરક્ષાકર્મીઓએ તેને પકડી લીધો. 


અજાન દરમિયાન મ્યુઝિક...મારા અંતરાત્માને ન ગમ્યું
ઈમરાન ખાન પર હુમલો કરનારા વ્યક્તિએ પોતાના કબૂલાતનામામાં જે કહ્યું તે જાણીને વિચિત્ર લાગે. તેણે કહ્યું કે એકબાજુ  અજાન થઈ રહી હતી અને બીજી બાજુ આ લોકો ડેક (ઓડિયો સિસ્ટમ) લગાવીને શોર કરી રહ્યા હતા. આ ચીજ મારા અંતરાત્માને ગમી નહીં. પછી નિર્ણય કર્યો કે હવે હું તેમને નહીં છોડું. 


આ ઉપરાંત ફૈઝલ ભટ્ટે એમ પણ કહ્યું કે ઈમરાન ખાન લોકોને ગુમરાહ કરી રહ્યા હતા અને મારાથી આ જોઈ શકાયું નહીં અને મે તેમને મારવાની કોશિશ કરી. 


ફૈઝલ ભટ્ટનું સંપૂર્ણ કબૂલાતનામું જાણવા માટે જુઓ Video...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube