ઈસ્લામાબાદ: પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને કોંગ્રેસ પર ભરોસો નથી. તેઓ ઈચ્છે છે કે લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાર્ટીને જીત મળે. ઈમરાન ખાનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારતમાં લોકસભા ચૂંટણી માટે પહેલા તબક્કાનું મતદાન ચાલુ થઈ ગયું છે. અહીં એ સમજવું જરૂરી છે કે ઈમરાન ખાનનું હ્રદય પરિવર્તન થયું નથી. તેમણે આ નિવેદન કૂટનીતિક સ્તરે આપ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈમરાન ખાનનું માનવું છે કે જો મોદી સરકાર ફરી સત્તામાં આવી તો ભારત સાથે શાંતિ વાર્તા અને કાશ્મીર મુદ્દાનો ઉકેલ આવવાની સંભાવના વધુ રહેશે. ખાને વિદેશી પત્રકારોને આપેલા એક ઈન્ટરવ્યુંમાં જણાવ્યું કે 'જો ભાજપ જીતશે તો કાશ્મીર પર કોઈ પ્રકારના સમાધાન પર પહોંચી શકાશે.'


જો નરેન્દ્ર મોદી ફરી PM બન્યા તો શાંતિ મંત્રણા માટે વધુ સારું રહેશે: ઇમરાન ખાન


તેમણે કહ્યું કે અન્ય પક્ષોને કાશ્મીર મુદ્દે સમાધાન કરવાના મામલે દક્ષિણ પંથી પ્રતિક્રિયાનો ડર રહેશે. ખાને કહ્યું કે બંને દેશો વચ્ચે કાશ્મીર એક મુખ્ય મુદ્દો છે. ભારતનું કહેવું છે કે જમ્મુ અને કાશ્મીરનો સંપૂર્ણ વિસ્તાર ભારતનું એક અવિભાજ્ય અંગે છે અને પાકિસ્તાને રાજ્યના એક ભાગ પર ગેરકાયદે રીતે કબ્જો જમાવ્યો છે. 


પાકિસ્તાનમાં સક્રિય જૈશ એ મોહમ્મદના એક આત્મઘાતી હુમલાખોરે પુલવામા જિલ્લામાં 14 ફેબ્રુઆરીના રોજ સીઆરપીએફના કાફલા પર હુમલો કરીને 40 જવાનોના જીવ લીધા. ત્યારબાદથી બંને દેશો વચ્ચે તણાવ છે. પુલવામા હુમલાના જવાબમાં ભારતીય વાયુસેનાએ 26 ફેબ્રુઆરના રોજ પાકિસ્તાનના બાલાકોટમાં આવેલા જૈશ એ મોહમ્મદના તાલીમ કેમ્પ પર હવાઈ હુમલો કર્યો હતો. જેના બીજા જ દિવસે પાકિસ્તાનના ફાઈટર વિમાનોએ ભારતમાં ઘૂસવાની કોશિશ કરી હતી. 


ભારત અને પાકિસ્તાનના ફાઈટર વિમાનો વચ્ચે થયેલી ઝડપમાં પાકિસ્તાને ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને પકડ્યો હતો. જો કે ભારે દબાણના પગલે પહેલી માર્ચે ભારતને સોંપી દેવો પડ્યો હતો. ખાને કહ્યું કે પાકિસ્તાન જૈશ સહિત તમામ આતંકવાદી સંગઠનો પર કાર્યવાહી કરી રહ્યું છે. તેમણે કહ્યું કે પાકિસ્તાનમાંથી આતંકવાદીઓના સફાયાના ગંભીર અભિયાન હેઠળ જૈશ જેવા સંગઠનો પાસેથી હથિયારો લેવાઈ રહ્યાં છે. ખાને કહ્યું કે અમે આ સંગઠનોની મદરેસાઓને નિયંત્રણમાં લીધી છે. આતંકવાદી સંગઠનોને નિસસ્ત્ર કરવા માટે ઉઠાવેલું આ પગલું ગંભીર પગલું છે. તેમણે કહ્યું કે આ પગલું એટલે  ભરવામાં આવ્યું છે કારણ કે પાકિસ્તાનના ભવિષ્ય માટે તે જરૂરી છે. 


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...